________________
-
૧૦૭
જગ.
રાયચંદ શાહ રાગથી, ભણશાલી પુણ્યવંતરે, શૂભ કરાવણ મંતર, લીયે જસ ભાગ્ય મહંતરે શ્રી વિજ્યદેવ સૂરીસરશ્રી જિનશાસનભાણ, જસ બહુ પુણ્ય પ્રમાણ, જ્ઞાનકિયા ગુણખાણરે. જગ. પંચવીસ પાઠક ઠવ્યા, પંડિતપદ ત્રણસેંને પાંચરે; દેવ પ્રતિષ્ઠા સુસંચરે, બહુ તે રાસ પ્રપંચરે. નામ જપંતારે જેહનું, વંછીત રીધી થિર થાયરે; પાતક દૂર પુલાયરે, મંગલમાલ મિલાય રે.
જગ. કલશ, તપગચ્છ રાયા સહુ સુહાયા, શ્રી જિનશાસન દિનકરે, શ્રી વિજયદેવ સૂરીશ સાહિબ, શ્રી ગૌતમ સમ ગણધરે; જસ પટ્ટ દીપક વાદી જીપક, વિજ્યપ્રભ સૂરિરાજ એ, કવિ કાવિય સુશિષ્ય મેઘ, સેવિત હિત સુખ કાજ એ. | ઇતિ શ્રી વિજ્યદેવસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય સંપૂર્ણ