________________
ગિરનાર મનમાં ધારતા સાર, સંઘને હર્ષ તણે નહિ પાર; નેમનાથ યદુપતિ રાયા, પામ્યા દર્શન પુન્ય પસાયા. છ. ૧૭ સેરઠ દેશ ભેટી કરીરે, ગિરનારે નેમનાથ. પુજી પ્રણમી ભાવશુંરે, મેલે શિવપુર સાથ. (ગુ.) મેલે શિવપુર સાથ તે સાર, શિવદેવી માતા મજાર; બાળ બ્રહ્મચારી નેમકુમાર, રાજિમતિ તણે ભરતાર. જી. ૧૮ સમુદ્રવિજય કુળ ચંદરે, ભવિજનને સુખદાય; દિન કેતા રહી પછેરે, સ્તવના કરી યદુરાય. (ગુ.) સ્તવના કરી યદુરાય વિશેષે, મનુ જન્મ કર્યો નિજ લેખે; કુચ કરી સંધ શું હવે જેહ, સિદ્ધગિરિ ભેટણ ચાલ્યા તેહ. જી. ૧૯ ઓગણીશમી ઢાળ રસાળ છે રે, સુણતાં મંગળમાળ; હર્ષ ઘણે ગિરિ ભેટવારે, દરિશન જાકજમાળ. (ગુ.) દરિશન જાકજમાળ તે દીઠે, મરૂદેવાનંદ લાગે મીઠે; હિરવર્ધન સેવક ધરી તેહ, ખેમવર્ધન પભણે ગુણગેહ. જી. ૨૦
સિદ્ધગિરિ ભાવના ભાવતાં, સંઘને લઈ સિદ્ધક્ષેત્ર; પાલિતાણે આવીયા, ગિરી દીઠે તે નેત્ર. વાહનથી ઉતરી કરી, સામા જઈ પ્રણામ; પૂરવ પુણ્ય પસાઉલે, પામ્યા વિમળ ગિરિ ઠામ. રજત કનક કુલ મતીએ, વધાવ્ય ગિરિરાજ; ડેરા તંબુ તાણીયા, પંચરંગ બહુ સાજ.
ઢાળ ૨૦ મી.
(ઘર આજી આંખે મેરી એ દેશી.) આજ અમ ઘર રંગ વધામણું, ગિરિ દીઠે થે ઉલ્લાસ, ચિંતામણ મુજ કર ચડે, આજ સફળ ફળી મુજ આશ. ૧ આજ સુગુરૂ ફળીયે આંગણે, આજ પ્રગટી મેહનવેલ; આજ વિછડીયાં હાલાં મળ્યાં, આજ અમઘર હુઈરંગરેલ. આજ. ૨
૧ વિગ જેને થયું છે એવાં.