________________
જણાવ્યું અને કોઈ સારા પંડિત પુરૂષને પિતાની સાથે આપવા વિનતિ કરી, તેથી ગુરૂએ પુંજકુમારને લઈ જવા કહ્યું. પછી સમેતશિખરની યાત્રા અર્થે પ્રયાણ થયું. પ્રથમ હેડીમાં બેસી કલીકેટ આવી શ્રી પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા, ત્યાંથી મગરૂદાવાદ આવી જૈન ચૈત્યોને વંદન કરી. પછી અનુક્રમે શિખરજી આવ્યા, અને તલેટીમાં વાસ કર્યો.
અદભૂત સ્વ. અહીં ગામધણીને શિખર ઉપર ચડવાનો હુકમ નહોતું. તે વખતે આશ્ચર્યકારક પુજકુમારને રાત્રીએ સ્વપ્ન આવ્યું. કોઈ દવે (કુમારના મિત્ર-બુશાલશાને જીવ) આવી પૂછયું કે “તમે ક્યાંથી અને શા માટે આવ્યા છે? ત્યારે કુમારે ઉત્તર આપ્યો કે “દર્શન અર્થે આવ્યા છીએ, પરંતુ ઉપર ચડવામાં ગામધણી તરફથી અંતરાય ન છે.” ત્યારે દેવે કહ્યું કે “ચાલો નં. દીશ્વરદીપ, ત્યાં યાત્રા કરાવું” કુમાર દેવ સંગાથે નદીશ્વર દ્વીપ ગયા અને શાશ્વત જૈનચૈત્યને પ્રણામ કર્યા. બાવન ચોમુખ જોયા. પછી દેવે કહ્યું કે સીમંધર સ્વામી પાસે લઈ જાવું, તે આપણી વચ્ચેની મૈત્રી ખરી” એમ કહી સીમંધર સ્વામી પાસે લઈ ગયા. ત્યાં તીર્થંકર પ્રભુનું સમવસરણ-ત્રણ ગઢ જોયા, અને સીમંધર પ્રભુના (2) પ્રતિહાર્ય, અને (૩૪) અતિશય જોઈ કુમાર બહુ પુલક્તિ થયા અને દેશના અતિ ઉલ્લસિતમને શ્રવણ કરી. દેશના થયા પછી કુમારે સીમંધર પ્રભુને પૂછ્યું કે “હું ભવ્ય કે અભવ્ય છું? સમકતી કે મીથ્યાત્વી છું?” ત્યારે પ્રભુએ કહ્યું કે તું ભવ્ય છે, અને તત્વપ્રાપ્તિ રૂપ સમકતની પ્રાપ્તિ તને આજે થશે” આ સાંભળી રેમાંચિત શરીર થયું અને જ્યકાર વ્યાપ્ત થયે. આવી રીતે કુમાર સ્વમમાં હરખાય છે, ત્યાં સંધપતિ કચરાશા આવીને ઉઠાડે છે અને કહે છે ઉઠે, ઉઠે, શિખરજી જઈએ. ગામધણુએ ચડવાની આજ્ઞા આપી છે એટલે કુમાર ઉપર ચઢયા અને જિનવરને વાંધા. શિખરજી એ વીશ તીર્થકરોની કલ્યાણભૂમિ છે તેની યાત્રા સફળ કરી.
પ્રવાસ. આમ યાત્રા કરી અનુક્રમે પાછા વળતાં બહુ તીર્થની ભૂમિકાને સ્પર્શ કર્યો, રાજગૃહ, ચંપા, માહણુ ક્ષત્રીકુંડ (કે જ્યાં પ્રભુએ ભાખેલ ઉષ્ણદકના કુંડ જયા), પાવાપુરી, મથુરા, કાશી (કે જ્યાં બધાં દર્શને ભેગાં થયેલ છે), વગેરે જોયાં. પછી આગ્રામાં આવી ઢંઢક (સ્થાનકવાસી) સાથે વાદ કર્યો. પાટણ (હાલનું પટના–પાટલીપુત્ર)માં દીગંબરી સાથે વાદ કરી છત