________________
હીરવિજયસૂરિને અકબરપ્રતિ બેધ. અહીં હીરવિજયસૂરિને પત્ર આવ્યો કે અકબર બાદશાહ તરફથી અમોને તેડું આવ્યું છે તે અમને મળવા કાજે જરૂર ઉતાવળથી આવજે, એટલે શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય તરતજ વિહાર કરી સાદડી જઈ શ્રી હીરવિજયસૂરિને જઈ ભેટયા, સરિશ્રીને આનંદ થયે, પછી કલ્યાણવિજયજીને કહ્યું કે “તમે ઉપાધ્યાય છે અને ગુર્જર દેશમાં રહી ધર્મનો પ્રતિલાભ આપે, અને વિજયસેનને સૂરિપદે સ્થાપેલ છે તે તમે તેની આજ્ઞા શિર વહી સંપીને જેથી ગચ્છની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કર્યા કરજે” આવી રીતે શીખામણ દઈ શ્રી હીરવિજયસૂરિ અકબર પાસે આવવા એકદમ વિહાર કરી (ફતેહપૂર) સીક્રી આવ્યા અને અકબરને અહિંસામય જૈન ધર્મનું રહસ્ય પૂર્ણ રીતે સમજાવ્યું. અકબરશાહ બહુ ખુશ થયે અને ગુરૂને પ્રણામ કરી છ માસની અમારિઘોષણ કરાવી ગુરૂને જગદગુરૂ નામનું અતિઉદાર બિરૂદ આપ્યું અને શેત્રુંજાતીર્થ આખું આપી દીધું અને તે રાજદરબારમાં તેને લેખ (ફરમાન) પણ કરી આપ્યો. આવી રીતે શ્રી અકબર બાદશાહે ગુરૂને મહાન શીખ આપ્યા પછી ગુરૂશ્રીએ વિહાર કરી નાગોર નગર આ ગમન કર્યું. ત્યાં શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયે પણ આવી પ્રણામ કર્યા. આ વખતે વિરાટ નગરથી ઇંદ્રરાજ નામના સંધપતિ આવી, શ્રી હીરવિજયસૂરિને ત્યાં જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરવા આવવા વિનતિ કરી. ત્યારે સૂરિશ્રીએ કહ્યું કે “અમારાથી આવી શકાય તેમ નથી, પણ શ્રી કલ્યાણવિજય મહા ઉપાધ્યાય છે તેને હું પ્રતિષ્ઠા કરવા મોકલું છું”. આથી કલ્યાણવિજય ઉપાધ્યાય વિરાટ નગરમાં પ્રતિષ્ઠા કરવા સિધાવ્યા.
૭,
વૈરાટ પ્રતિષ્ઠા. શ્રી કલ્યાણવિજય વિરાટ નગરમાં આવ્યા ત્યારે ભારમલના પુત્ર સંઘપતિ ઇંદ્રરાજે જબરું સામૈયું કરી નગરપ્રવેશ કરાવ્યા. ત્યાર પછી દિન દિન ઉત્સવ થવા લાગ્યા. જલયાત્રા કાઢવામાં આવી અને શુભ લગ્ન શુભ દિને ઇદ્રવિહારની સ્થાપના કરી. મૂળનાયક શ્રી વિમલનાથ જિનેશ્વર પધરાવ્યા, અને ભારમલ (પિતાના પિતા) ના નામથી ઇંદ્રરાજે પાર્ષજિદ્રની પ્રતિષ્ઠા તેમાં કરાવી, તેમજ અજયરાજના નામે પ્રથમ જિનેંદ્ર શ્રી કષભદેવની અને મુનિસુવ્રતની બિંબપ્રતિષ્ઠા ગુરૂના પવિત્ર હસ્તથી કરાવી. પછી ઇંદ્રરાજે સંધની ભક્તિ બહુ કરી, સ્વામીવાત્સલ્ય કર્યું. અહીંથી કલ્યાણવિજય ગુરૂએ ગુજરાતમાં વિહાર કર્યો. અહીં સુધી ગુરૂ સંબંધી વાત આવે છે. રાસમાં સ્વર્ગ