________________
પાના નં.૫
હવે તો આ શબ્દ જાણે તેનો ગૂઢાર્થ અને ગૌરવ બંને ગુમાવી ચુકયો છે, “ગચ્છાધિપતિશ્રી શબ્દને જે રીતે રમાડાઈ રહ્યો છે તે ચિંતાજનક છે- - તપાગચ્છાધિરાજ- - તપાગચ્છાધિશ, શાસન શિરતાજ -- શાસન શિરોમણિ આદિ આદિ. અટકો, પૂજયશ્રીઓ.
તપાગચ્છમાં એક ગચ્છાધિપતિ થતાં એ પદ અને શાસનનું ગૌરવ વધશે. અન્ય કોઈથી આ ગૌરવપ્રદ પદ ના શબ્દનો ઉપયોગ કરી શકાય નહી, કદાપિ નહી. (૩.૧) ગચ્છાધિપતિશ્રીની પસંદગી તેઓશ્રીની શાસ્ત્રનિષ્ઠા, ઉચ્ચતમ ચારિત્રપાલન અને વહીવટી ક્ષમતા ને લક્ષમાં લઈને ચર્તુવિધ શ્રી સંઘ દ્વારા થાય. (૩.૨) ગચ્છાધિપતિશ્રીની ઉમર ૬૫ વર્ષથી વધુ ન હોય. (૩.૩) ગચ્છાધિપતિશ્રીના પાવન પદે તે પૂજયશ્રી પાંચ વર્ષ માટે નિમાય. (૩.૪) એક સમુદાય માંથી પદારૂઢ થયેલ ગચ્છાધિપતિશ્રી નો પદારૂઢ સમય પૂર્ણ થાય
ત્યારબાદ અન્ય સમુદાયમાંથી ગચ્છાધિપતિશ્રી ના પદે નિમણુંક થાય અને આ રીતે તમામ સમુદાયના ગીતાર્થ આચાર્ય ભગવંતોના વિચાર અને વહીવટનો શાસનને લાભ
મળે. (૩.૫) અન્ય સમુદાયો પોતાના સમુદાયના યોગક્ષેમ અને શાસન પ્રભાવના માટે સમુદાય
નાયક, સમુદાયાધિશ, સમુદાય સંવર્ધક... પદ પર પોતાના સમુદાયની સુયોગ્ય વ્યકિતને સ્થાપી શકે.