________________
પાના નં. ૬
ચર્તુવિધ શ્રી સંઘનું સંમેલન, માત્ર શ્રમણ સંસ્થાનું નહી, ચર્તુવિધ શ્રી સંઘની એક વ્યવસ્થા, સ્થાયી સમિતિ,
સતત થતું આકલન.
શ્રત સંમેલનો અને પાછળનાં ત્રણ સંમેલનોમાં શ્રાવક સંઘની ઉપસ્થિતિ અને પ્રદાન છે. પણ પ્રભાવક નથી. પૂજય સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ અને પ્રદાન ની કલ્પના જ થઈ શકતી નથી. શ્રમણ ભગવંતોના અગ્રસ્થાને પ્રભુએ ચર્તુવિધ શ્રી સંઘની સ્થાપના કરી, પ્રભુએ વ્યવસ્થા કરી છે. સ્વીકાર્ય જ હોય. સંવત ૧૯૯૦ ના ઠરાવોમાં ઠરાવ ૩ દ્વારા સંઘની સ્પષ્ટ વ્યાખ્યા એ સમયના મહાગીતાર્થ આચાર્ય ભગવંતોએ કરી છે. “ ચર્તુવિધ શ્રી સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચર્તુવિધ સંઘની મુખ્ય સત્તા છે.” ... કોઈ સાધુ/ સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે તો તે સમયે શ્રાવક સંઘ ઉચિત કરી શકે છે પણ, આ સત્તાનો દુરપયોગ થવો ન જોઈએ.” પ્રભુએ ચર્તુવિધ શ્રી સંઘની વ્યવસ્થા કરી છે, હું આ વ્યવસ્થાને એક પવિત્ર કન્યાના મસ્તક પર ચાર સુવર્ણ કળશ તરીકે નિહાળું છું. સૌથી નીચે સોનાનો કળશ એટલે શ્રાવિકાઓ. આ પાયાના કુંભને હાનિ પહોંચી, તેને ગોબો પડયો, તે મસ્તક પરથી પડી ગયો તો બાકીના ત્રણ કુંભ -કળશ ટકી શકે ખરા? તેવું શ્રાવક કુંભ અને પૂજય સાધ્વીજી કુંભ માટે છે. એક પણ કુંભ / કળશ વિના બીજો કુંભ ગબડી જ પડવાનો, અવશ્ય ગબડી પડવાનો. શાસનની અત્યારે જે સ્થિતિ છે તેનાં મુખ્ય કારણમાં આ ચાર કુંભનું સંતુલન જોખમાયું છે. ઉપર નો કુંભ લાંબાગાળે ગબડી જ પડશે, જો નીચેના ત્રણેય કુંભને યોગ્ય સ્થાન નહી અપાય તો. અત્યારે શ્રમણ / પૂજય આચાર્યો ભગવંતો શ્રી સંઘના અગ્રસ્થાને નહીં પણ સર્વસ્વ સ્થાને બિરાજે છે. બાકીના ત્રણેય અંગોનો કશો જ ઉપયોગ થતો નથી, તે નગણ્ય બની રહ્યાં છે. આપણાં છેલ્લાં ત્રણ સંમેલનમાંથી (સંવત ૧૯૯૦-સંવત ૨૦૪૪) માં થી બે માં થયેલા એક પણ ઠરાવનો નેત્રદિપક અમલ થયો નથી. કારણ માત્ર એટલું જ કે આ ઠરાવોના અમલની મોટા ભાગની જવાબદારીઓ શ્રાવકોની હતી અને ઠરાવો કરતી વખતે શ્રાવકોને વિશ્વાસમાં લીધા વિના માત્ર ઠરાવ જણાવી દેવામાં આવ્યા. સંવત ૨૦૭૨ નું સંમેલન ચર્તુવિધ શ્રી સંઘનું સંમેલન બની રહેવું જોઈએ. જે કોઈ સાથે ચર્ચા થઈ તે સૌનું કહેવું છે કે કયા - કેટલા શ્રમણો હાજર રહે છે કે તેની પધ્ધતિજ નકકી નથી તો સકળ સંઘ માં થી આ પસંદગી કઈ રીતે થઈ શકે? આ અસંભવ છે, બની શકે જ નહીં.