________________ પાના નં.૪૮ હું - હું - મને - મને, અનુભવ, મે - એ શબ્દો માટે અને કયાંક થયેલ શબ્દ અવિનય માટે ક્ષમા ચાહું છું. આ પત્રમાં આ શબ્દો વારંવાર વપરાયા છે. પણ પત્રને અધિકૃત બનાવવા, પત્રની સંપૂર્ણ જવાબદારી લેવા આ “હું”, “મને " જરૂરી લાગ્યું છે. મને થયા છે તેવા સારા-નરસા અનેક અનુભવો અન્ય શ્રાવક મિત્રોને પણ થયા છે, તેમની સાથેની વાતમાં આ અનુભવો તેમણે મને જણાવ્યા છે. પણ બીજાએ કહ્યું છે, કોઈ એ કહ્યું છે, એ વાકયો પત્રની અધિકૃતતા ઘટાડે જ. એટલે અન્ય કોઈના અનુભવ અહીં ઉપયોગી હોવા છતાં લીધા નથી. આ પત્રમાં ઘણી જગ્યાએ ખૂબ કડક લખાયું છે, ન ગમતું સત્ય લખાયું છે, કયાંક તો શબ્દ વિનય નો ભંગ પણ થયો જ છે. પૂર્ણ સત્ય લખવું, બોલવું, તે છેલ્લાં 40-50 વર્ષથી શાસનમાંથી અસ્ત થયું છે. સૌને ગમતું (અસત્યની ખૂબ નજીકનું) સત્ય બોલવાની એક અભૂત પ્રણાલી અત્યારે વિકસી છે. જો સત્ય બોલશે તો ગુરૂવર્યોના ભકતો (શ્રાવકો નહીં) એ સ્વીકારવાને બદલે ધમાલ કરશે, આપણી વાત કોઈ ભકત સાંભળે તેમ નથી, તેવી ફેકી દેવા જેવી દલીલ ખૂબ જવાબદાર શ્રાવકો દ્વારા થઈ રહી છે, યાદ રહે ભકતો પણ ખરેખર તો, શ્રાવકો જ છે. સત્ય સ્વીકારવાના ભકત શ્રાવકોમાં પણ ખૂબ ઉડા સંસ્કાર છે. છતાં આ પત્રમાં કશુંક ખટકે તો, ન ગમે તો, અવિનય જણાય તો, અંતઃકરણ પૂર્વક ક્ષમા ચાહું