________________
પાના નં.૪૭
બાલદીક્ષા, દેવદ્રવ્ય, તિથિ.
પ્રશ્ન-૧૫
જગતમાં કોઈપણ મતભેદ- તે રાજકીય, આર્થિક કે ધાર્મિક મતભેદ ને ઉકેલ ૧૦૦ થી વધુ વર્ષથી ન આવ્યો હોય તેવા મતભેદ અસ્તિત્વમાં નથી, અને જયાં આ મતભેદ ઉકેલાયા નથી, ત્યાં વિભાજન - એ જ પરિણામ આવ્યું છે. બાલદીક્ષા, દેવદ્રવ્ય, તિથિ આ ત્રણ પ્રશ્નો છેલ્લી એક સદીથી વધુ સમય થી ચર્ચાય છે. સૌ સંમત થાય તેવો ઉકેલ આજ સુધી આવ્યો નથી. આ પ્રશ્નોની ચર્ચા કોઈ શ્રાવક કરે તે બાબત કોઈ ગુરૂવર્ય સ્વીકારી શકે તેમ નથી. અમો શ્રાવકો ઈચ્છીએ છીએ, આ પ્રશ્નો ઉકેલાય, સૌ સંમત થાય તેમ ઉકેલાય. માત્ર એક સવાલ, આ સવાલ દુઃસાહસ જેવો છે, પણ કરું. પ્રભુ મહાવીર કેવલજ્ઞાની, તીર્થકર તરીકે ત્રીસ વર્ષ આ વિશ્વમાં વિચર્યા. પ્રભુની દેશના સાંભળી અનેક જીવો પામ્યા, સંયમ ગ્રહણ કરી મોક્ષે ગયા. આ ત્રીસ વર્ષમાં પ્રભુ મહાવીરે કોઈ બાળકને દીક્ષા આપી હતી? તે મુનિ કોણ? તેમનું જીવનચરિત્ર આપણી પાસે છે ? દેવદ્રવ્ય અને તિથિ, શુધ્ધ દ્રવ્ય વ્યવસ્થા અને આરાધના ના પ્રશ્નો છે. કંઈ ઉકેલવાનું બાકી રહ્યું છે તે કશાજ આગ્રહ વિના, મહાગ્રહ વિના, સાથે બેસીને ઉકેલવાનો સશકત પ્રયાસ પ્રારંભીએ? આ પ્રશ્નો નહી ઉકેલાવાનું એક જ કારણ છે, “અમારું સત્ય આખરી છે, અન્ય કોઈ સત્ય હોઈ શકે જ નહી,” બંને પક્ષે “સત્ય” ની આ સમજ છે, અને આ “સમજ” દ્રઢ રીતે રજુ કરવા શાસ્ત્રોનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તે છેલ્લી એક સદીથી થતી શાસ્ત્રોની હિલના સિવાય કશું જ નથી. પ્રભુની વાણી, પૂર્વાચાર્યો ની વાણી, રફેદફે થઈ રહી છે. હમણાં જ સિધ્ધાંતપ્રેમીઓ દ્વારા લઘુ સંસ્કરણ નામે એક પુસ્તક પ્રગટ થયું. સંવત ૨૦૭૨ નું સંમેલન આવી રહ્યું છે, આ પુસ્તકનો એક માત્ર હેતુ છે, સંવત ૨૦૪૪ ના ઠરાવોનું પિંજણ કરવાનું. ન અટકી શકાય? દેવદ્રવ્ય અંગે દેવદ્રવ્યની અતિવૃધ્ધિનો એક નવો પ્રશ્ન ઉભો થયો છે, અને તેના કારણે જે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તે અંગે પણ વિચારવાનો સમય આવ્યો છે.