________________
પાના ન.૪૫
પૂજય ગુરૂભગવંતોનું વર્તન.
પ્રશ્ન-૧૪
આ બાબત સંમેલનમાં ચર્ચવાની વાત થી ખૂબ ઉહાપોહ થવાની પૂરેપૂરી સંભાવના છે. પૂજય ગુરૂભગવંતોનો વિવેક, વિનય, સરળતા, ઋજુતા, ચારિત્રનું દ્રઢ પાલન, સતત સ્વાધ્યાય, મહાતપા- આ વંદનીય, પૂજનીય ગુરૂવર્યોના વર્તનના કોઈ પ્રશ્નો હોઈ શકે? હોવા ન જ જોઈએ. અત્યારે આ પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રશ્ન અત્યારે ખૂબ કડક રીતે ઉકેલવામાં નહીં આવે તો ભવિષ્યમાં બનનારા બનાવો શાસનને શરમાવશેજ. સૂરતમાં પૂજય ગુરૂવર્યોના વર્તન અંગે બનેલ થોડા દાખલા આપુ છું.
એક પૂજયશ્રીએ એક સંઘમાં ચાલુ સંવત્સરી પ્રતિક્રમણ અડધે અટકાવી શ્રીસંઘને જણાવ્યું, “મારી નિશ્રામાં ચાલતી આ સંસ્થામાં ............ રૂા.આપો. નહીંતો સંવત્સરી પ્રતિક્રમણ આગળ કરાવીશ નહી.
હું વ્યાખ્યાન આપું છું, અત્યારે કોઈ આરતી થઈ શકે નહી, ઘંટ વગાડી શકાય નહી. આ બંધ કરો, નહી તો હું વ્યાખ્યાન આપીશ નહી.
બેસતા વર્ષના માંગલિક બાદ શ્રીસંઘે નવકારશી નું આયોજન કરવાનું રહેશે, નહીં તો હું બેસતા વર્ષનું માંગલિક આપીશ નહી.
હું દૂર ઉપધાન કરાવું છું, ચાર્તુમાસ પરિવર્તન માટે આવીશ નહી.
સમગ્ર ચાર્તુમાસ દરમ્યાન વિવિધ આયોજનો દ્વારા મેં આ ખાતામાં (ક્ષેત્રમાં)
....... રૂ. એકત્ર કર્યા છે. તેમાં થોડી રકમ ઉમેરી અમારા આ તીર્થને આપી દો.