________________
પ્રશ્ન-૧૩
જૈન ધર્મ અને તેના દર્શન વિરૂધ્ધ પ્રગટ થતું સાહિત્ય.
પાના નં.૪૪
આપણી પાવન પરંપરા વિરૂધ્ધ લગભગ એક સદીથી ખૂબ વિકૃત કહી શકાય તેવું સાહિત્ય ખૂબ મોટા પ્રમાણમાં પ્રસિધ્ધ થઈ રહ્યું છે. ગઈ પેઢીએ તે વાંચ્યા પછી માત્ર મૌન પાળ્યું છે, તે સમયે કદાચ આ અપપ્રચારક સાહિત્યની અસર સાહિત્યના સિમિત વાચન અને તે પછી તેના સિમિત પ્રચારને કારણે ઓછી થઈ છે.
ઝેર તો પીધાં છે જાણી જાણી (મનુભાઈ પંચોલી), પાટણની પ્રભુતા (કનૈયાલાલ મુનશી) વિગેરે ગઈ પેઢીના આ લેખકોએ આપણે વ્યથિત થઈ એ તેવું ખૂબ લખ્યું છે.
હમણાં જ પ્રગટ થયેલ પ્રશ્ન પ્રદેશની પેલે પાર (દિનકર જોશી), મહામાનવ શ્રીકૃષ્ણ (નગીનદાસ સંઘવી), વસ્તુપાળ - તેજપાળ (સ્વામિ સચ્ચિદાનંદ) આ ખૂબ વંચાતા લેખકોએ આપણી વિરૂધ્ધ નિંદનિય લખ્યું છે. અનેક અખબારી કોલમોમાં જૈન ધર્મ વિશે કશી જ ઉડી સમજ વિના બેફામ લખાય છે.
આ પ્રકારના સાહિત્ય પ્રત્યે દુઃર્લક્ષ એ ધર્મનિષ્ઠા પ્રત્યે દુઃર્લક્ષ છે.