________________
પાના નં.૪૩
શાસનધ્વજ, શાસનગીત, શાસનચિત
પ્રશ્ન-૧૨
જગતની તમામ પ્રતિષ્ઠિત સંસ્થાઓને, જગતના તમામ ધર્મોને, પોતાના ગૌરવ, પોતાની ઓળખ, પોતાના અનુયાયીઓને પ્રેરણા અને માથું ઉચું રાખવા ત્રણ ગૌરવ ચિહ્નનો છે- ધ્વજ, ગીત, ચિહ્નન. વિશ્વના તમામ દેશોને તેમના રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રીય ચિહ્ન છે, જગતના તમામ ધર્મો ઈસાઈ, મુસ્લિમ, શીખ, બેંધ્ધ, હિન્દુ સૌને આ ચિહ્નો છે. આપણી પાસે ૨૫૦૦ વર્ષથી કશું છે? હું જૈન છું, આ સંસ્થા મારી છે, આ દિવસે મારા પ્રભુએ શાસન સ્થાપ્યું હતુ- કશું જ નથી. ભારત સરકારના તમામ સ્થાનોએ ચૌમુખસિંહ હોય, ખ્રિસ્તીઓના તમામ સ્થળોએ પ્રેસ હોય, મુસ્લિમોનો ચાંદ સહિતનો ધ્વજ હોય, હિન્દુ અને ભગવો એ હિન્દુ ધર્મ ની ઓળખ હોય - આપણી પાસે ? ' આપણે જયારે જિનાલય પાસેથી પસાર થઈ એ અને માથુ નમાવી “ નમો જિણાંણે "કહીએ એજ રીતે આપણા ઉપાશ્રયો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, પાંજળાપોળો, શિક્ષણ સંસ્થાઓને આ ચિહ્ન હોય તે પવિત્ર ચિહ્ન જોઈએ અને “નમો જિન શાસનમ્” કહીએ. વૈશાખ સુદ અગિયારસના પાવન દિવસે ગુરૂવર્યોની હાજરીમાં શાસનધ્વજ ને પ્રણામ. શાસનગીત નું સુમધુર ગાન અને શાસનચિહ્ન ના અભિષેક નો કાર્યક્રમ રાખીએ, “મારું જિનશાસન ” એ મંત્ર હવે સતત રીતે રટવાનો સમય થયો છે. કૃપા કરી અન્ય સંપ્રદાયના ધ્વજને આપણો ધ્વજ કહેશો નહી. કોઈ સંસ્થાનું ગીત શાસન ગીત છે તે જણાવશો નહી. આપણો ધ્વજ, આપણું ગીત, આપણું ચિહ્ન જોઈએ છે અમને, આપણા ગૌરવ માટે. આ અનિવાર્ય પણે ભવિષ્યને લક્ષમાં રાખી કરવા જેવું કામ છે. થઈ શકે તેમ છે. ખૂબ વિદ્યાવાનો છે ચર્તુવિધ સંઘ માં, બધું શોધી કાઢશે.