________________
પાના નં.૪૨
સંઘ માર્ગદર્શક મંડળો. પ્રશ્ન-૧૧ સંઘ ને તેનાં તમામ કામો માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ થી નિષ્ણાતોનાં ચોકકસ માર્ગદર્શક મંડળો ની હવે અત્યંત જરૂરીયાત ઉભી થઈ છે.
વકીલોની પેનલ:- ટ્રસ્ટ એકટ, લઘુ મતિ અંગેના પ્રશ્નો, તીર્થરક્ષા ના પ્રશ્નો, સંઘ ઉપર થતા અનેક પ્રકારના નાના-મોટા કાયદાકીય વિવાદોમાં અનુભવી વકીલોની કાયમી સલાહ મળતી રહે. ડોકટરની પેનલ:- શ્રી સંઘના સભ્યોને દાકતરી મદદ, મેડીકલ ઈસ્યુરન્સના પ્રશ્નો, પૂ.સાધુ/ સાધ્વીજી ની ગંભીર બિમારી વખતે આ પેનલ નો અભિપ્રાય વિગેરેમાં ઉપયોગી થઈ શકે. સોમપુરાઓની પેનલ :- જિનાલયો શાસ્ત્રીય રીતે બને, કોઈ દોષ રહે નહી, કોન્ટેકટર સોમપુરાઓ દ્વારા થતી છેતરપિંડીઓ અટકે. એક દાખલો આપુ, જિનાલય નિર્માણ માટે આવતા તમામ પ્રકારનાં પથ્થર એટલેકે, આરસ / બંસી પહાડપુર, જોધપુર, જેસલમેર માં સોમપુરા જે માપ લખે છે.
૧૪ કોલમ = ૭૯૦ ઘનફુટ માપ થશે. હવે સોમપુરા આ માપનો ગુણાકાર ૭૩x ૨' ૯” X ૩'૩” x ૧૪ કોલમ = ૯૦૦ ઘનફુટ કરશે. - ૧૧૦ ઘનફુટ વધારે ગણાશે. હવે શ્રીસંઘ આ કોલમ ૭' x ૨'” X ૩' X ૧૪ કોલમ = આ માપ ૭૩૫ ઘનફુટ થશે. અહીં કુલ ૧૭૨ ઘનફુટ ની રકમ આપણે વધારે આપીએ છીએ. ૧૭૨ ઘનફુટ x ૩૫૦૦ (મકરાણા) = ૬,૨૦,૦૦૦/- રૂપિયા કોઈ શાસ્ત્રીય કારણ વિના વધારે આપીએ છીએ, કલ્પના કરો પૂરા જિનાલયમાં આપણે કુલ કેટલી રકમ વધુ ચુકવતા હોઈશ? તટસ્થ અને શાસ્ત્રીય જ્ઞાન ધરાવતા સોમપુરાઓની પેનલ દેવદ્રવ્યના કરોડોકરોડો રૂપિયા બચાવી શકે. મકરણા ને બદલે અંબાજી કે શ્રીનાથજી નો માલ આપી દેવાના દાખલા બને જ છે, શિલ્પ કામમાં પણ આપણે માપની દ્રષ્ટિએ ખૂબ છેતરાઈ રહ્યા છીએ.