________________
સત્તાવાર ગ્રંથાલય :- (Reference Library) / શ્રુતરા
પ્રશ્ન -૧૦
પાના નં.૪૧
આપણે ત્યાં પૂજય આચાર્ય ભગવંતો દ્વારા નિર્મિત ધણા જ પ્રતિષ્ઠિત અને અતિ ઉપયોગી જ્ઞાનભંડારો છે. કોબા, એલ.ડી., જેવા ઘણા જ ઉપયોગી ગ્રંથ ભંડારો આપણું ગૌરવ છે.
પણ શ્રી સંઘની માલિકીનો કોઈ જ્ઞાન ભંડાર નથી. આ ભંડારમાં પૂજય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા દ્વારા લખાતા / પ્રકાશિત થતાં અને જૈન - જૈનો, જૈનદર્શન અંગે પ્રગટ થતાં તમામ પુસ્તકો ફરજિયાત વસાવવાંજ જોઈએ, અને કોઈપણ સમયે એ ગ્રંથ સંદર્ભ ગ્રંથ તરીકે અધિકૃત ગણાવો જોઈએ.( દરેક રાષ્ટ્ર / રાજય અને ધર્મને આવાં ગ્રંથાલયો છે જ) આ જ્ઞાનભંડાર શ્રુત રક્ષા, અને સંદર્ભ માટે જ છે. તેનો ઉપયોગ રોજિંદા અભ્યાસ માટે ગ્રંથો પૂરા પાડતા ગ્રંથભંડાર જેવો નથી.
શ્રુતરક્ષા ઃ
આ અતિ ગંભીર પ્રશ્નોનો ઉકેલ શોધવા પ્રયત્નો થયા છે- જિનશાસન આરાધના ટ્રસ્ટ, હર્ષ પુષ્પામૃત, શ્રુત ભવન, પ્રવચન શ્રૃત તીર્થ, બાબુલાલ સરેમલજી વિગેરેના પ્રશસ્ય, આ પ્રયાસો છે. પણ દિશાઓ અલગ છે. વ્યક્તિઓ / સંસ્થાઓ દ્વારા થતાં આ કામની અનુમોદના થઈ શકે. પણ શ્રી સંઘે સદીઓ- સદીઓ પછીનું વિચારવાનું છે.
આપણા તમામ સાહિત્યનું ડીજીટીલાઈઝેશન (Degitilization) ડીવીડી, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ, પર આ સામગ્રીને એક-બે-ત્રણ સ્થળે શ્રી સંઘ દ્વારા સાચવવી. અવાર નવાર જુના ડેટા ચેક કરવો. શ્રી સંઘ સમગ્રતયા આ કામ કરી શકે.