________________
ડેટા સેન્ટર ઃ- અધિકૃત માહિતી સંસ્થાન
પ્રશ્ન-૯
પાના નં.૪૦
તપાગચ્છમાં અત્યારે કેટલાં પૂજય સાધુ /સાધ્વીજી છે ? કેટલાં શ્રાવક / શ્રાવિકા છે ? કોઈ માહિતી આપણી પાસે નથી. (ભૂતકાળમાં અંગ્રેજ સરકારે આવી ડિરેકટરીઓ પ્રસિધ્ધ કરી છે.) ( સૂરતના શ્રાવકોએ આ કામ કર્યુ છે.) કયાં કેટલાં જિનાલય, પ્રભુબિંબ, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા, પાંજળાપોળ - કશીજ માહિતી આપણી પાસે નથી. જૈનોમાં વ્યવહારીક, ધાર્મિક, શિક્ષણનો કોઈ જ ડેટા આપણી પાસે નથી. જૈનોની આર્થિક સ્થિતિનેા ડેટા નથી.
અધિકૃત ડેટા વિના કાઈપણ બાબતે કશું જ આયોજન કરી શકાય નહી.
ડેટા મળતા અનેક પ્રશ્નો ના ઉકેલ આવી શકે તેમ છે અને જે તે બાબતે સુદઢ આયોજન સંભવ છે.
એક દાખલો આપું : વર્તમાન ચોવીશી ના તમામ તીર્થંકર ભગવંતો વર્તમાન પૂર્વ અને ઉત્તર ભારત માં જન્મ્યા, વિચર્યા, નિર્વાણ પામ્યા- (અપવાદ છે. )
આપણાં વર્તમાન પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતો કોઈ ચોકકસ ભૂમિ માં થી પ્રભુ માર્ગે આવ્યાં છે ? તે ભૂમિ કઈ ? કેમ ? - ડેટા ઉપયોગનો આ અતિ સુક્ષ્મ ઉપયોગ છે. સ્થૂળ ઉપયોગ તો કલ્પનાતીત.
આવાં ડેટા સેન્ટર કોઈ વ્યકિત કરી રહી છે તેવો બચાવ કૃપા કરી કરશો નહી. તે ડેટા સેન્ટરના ઉપયોગ અન્ય કાર્યો માટે થવાનો છે. આપણે સત્તાવાર રીતે શ્રી શાસનનું ડેટા સેન્ટર બનાવવાનું છે.