________________
પાના નં.૩૯
ખેદ સાથે કહું, ઉજવણી નહી કરવાનું કહેનાર એ વડીલ આચાર્યશ્રી અને ઉજવણી રદ કરનાર આચાર્યશ્રી - બંને આચાર્ય ભગવંતો આજે જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરે છે. આવી ઉજવણી પાછળ, સંઘના શ્રાવકોની શકિત મુજબ ખર્ચ કરાવાય છે, અતિ ખર્ચ. આ ઉજવણીમાં ગુણાનુવાદ, પૂજા-પૂજનો, અનેક જિનાલય આંગીઓ, વિગેરે માટે આ રકમ ખર્ચાઈ રહી છે. કલ્પના કરો, પોતાના ગુણાનુવાદનું પોતે આયોજન કરવું અને પાટ પર બેસી પોતાના ગુણાનુવાદ સાંભળી મલકાવું ! જન્માન્તરો ઘટાડવા, જન્મોથી મુકત થવા, મોક્ષ માટે સંયમ ગ્રહણ કરનાર, પોતાના જન્મ દિવસે શહનાઈ, ઢોલ, વાજાં વગડાવે તે બરાબર છે?