________________
પાના નં.૩૮
બેસતા મહિનાનાં, પુષ્ય નક્ષત્રનાં માંગલિકો અને જન્મ દિવસની
અતિભવ્ય ઉજવણીઓ. પ્રશ્ન-૮
૧. બેસતા મહિનાનાં, પુષ્ય નક્ષત્રનાં મહામાંગલિકો, તે સમયે ભવ્ય ભોજન સમારંભો, દેશવિદેશ થી મહામાંગલિક સાંભળવા આવતા ભકતો અંગેનાં પોસ્ટરો, વોટ્સએપ, અખબારી જાહેરાતોએ શાસનમાં એક ગંભીર સ્થિતિનું નિર્માણ કર્યું છે. મને બેસતા વર્ષના મહામાંગલિકમાં આવવાનું એક આમત્રણ ચેન્નઈ થી મળ્યું, ૨૩' X ૩૬' મલ્ટીકલર લેમીનેશન કરેલુ રૂ.૪૦ થી વધુ કિંમતનું આ આમત્રણ કાર્ડ હતું. પૂજય ગુરૂવર્યો | સાધ્વીજી ભગવંતો પાસે જયારે પણ જઈએ, તેઓશ્રીના શ્રીમુખેથી જે શબ્દો આપણા કાને પડે તે જ મહામાંગલિક. મહામાંગલિક પછી તેમાં હાજર રહેલ શ્રાવક | શ્રાવિકાનાં ૧૦૦-૨૦૦ ફોટાઓનાં સામાયિકો પણ હવે તો સામાન્ય થઈ ગયાં છે. મહામાંગલિકોની શરૂઆત ચોકકસ અને ખૂબ વ્યાજબી કારણોસર એક ચોકકસ ક્ષેત્રમાં લગભગ ૧૦૦ વર્ષ પહેલાં થઈ હતી, ખૂબ ઉપયોગી પણ થઈ, હવે એ સ્થિતિ કે કારણો છે જ નહીં. શ્રાવકોને પ્રભુ પ્રત્યે નહી, પણ ગુરૂવર્ય પ્રત્યે ભકિત અને શ્રધ્ધા તરફ દોરવાનુ આ અનુચિત કાર્ય અટકાવવા યોગ્ય કરવા વિનંતી. ૨ જન્મ દિવસની અતિભવ્ય ઉજવણીઓ
૧૫ વર્ષ પહેલાં એક ગીતાર્થ આચાર્ય ભગવંતે ખૂબ અરજન્ટ કામે સૂરત થી ૪૦૦ કિ.મી. દૂર એક ગામડામાં મને બોલાવેલ. કારણ હતું, તેઓશ્રીના સમુદાયના એક આચાર્યશ્રી સૂરતમાં તેઓશ્રીનો એટલેકે સૂરત સ્થિત આચાર્યશ્રીનો - જન્મ દિવસ ભવ્ય રીતે ઉજવવાના હતા. ગીતાર્થ આચાર્ય ભગવંતે તે ઉજવણી અટકાવવા મને બોલાવેલ. પૂજયશ્રીનો પત્ર અને તેઓશ્રીની લાગણી સૂરત સ્થિત આચાર્યશ્રીને જણાવતાં તેઓશ્રીએ જન્મ દિવસની ઉજવણી બંધ રાખેલ.