________________
પાના નં.૩૭
દ્વારકા ઉધ્ધારની જરૂરીયાત.
પ્રશ્ન-૭
ગુજરાતમાં માત્ર એક તીર્થકર ભગવાનની કલ્યાણક ભૂમિ છે, પ્રભુ નેમિનાથની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ ગિરનાર પર. ગિરનાર તીર્થના સર્વાગી ઉત્થાન માટે એક પૂજય ગુરૂવર્યશ્રી સશકત પ્રયાસ કરી રહ્યા છે, અનુમોદના. પણ દ્વારકા ..... જયાં પ્રભુ નેમિનાથ સંસારમાં રહી વિર્યા, વિચર્યા, અને સંયમ માર્ગ માટે દ્રઢ થયા એ પાવનભૂમિ દ્વારકામાં આપણું - જૈનોનું કોઈ અસ્તિત્વ નથી. રાજકોટ જામનગર રોડ પર જામખંભાળીયા થી દ્વારકા થી જામનગર આ લગભગ ૧૦૦૦ ચો.કિ.મી.થી વધુ વિસ્તારમાં એક પણ જિનાલય નથી. દ્વારકામાં કોઈ જિનાલય નથી, દ્વારકા થી ઓખા રોડ પર દ્વારકાથી ૨૪ કિ.મીટર આરંભડા નામના નાનકડા ગામડામાં એક જિનાલય હતું, પણ છેલ્લા ધરતીકંપ વખતે તે નષ્ટ થયું. (ફરી ત્યાં જિનાલય બની રહ્યું છે) દ્વારકા અંગે હમણા એક ખૂબ અભ્યાસપૂર્ણ (ઈ.સ.૨૦૧૨) પુસ્તક પુસ્તક પ્રગટ થયું. દ્વારકા માં આવેલ તમામ નાનાં-મોટાં, તમામ ધર્મનાં, મંદિરોની વિગતો છે, મજાની વાત છે કે, આ ૨૮૮ પાનાના પુસ્તકમાં કયાંય “જૈન” શબ્દ જ નથી . આપણે જિનાલય નિર્માણ માટે ગૌરવ લઈ શકીએ તેવું કામ કરી રહ્યા છીએ. શ્રાવકો ગુરૂવર્યોની પ્રેરણાથી ભવ્ય જિનાલયોનાં નિર્માણ કરી જ રહ્યા છે. આપણી પાસે ખૂબ દેવદ્રવ્ય પણ છે. દ્વારકમાં એક અતિભવ્ય જિનાલય નિર્માણ પામે, પ્રભુ નેમિનાથના જીવનને ઉજાગર કરતાં શિલ્પો સાથે. યાદ રહે, શ્રીકૃષ્ણનો જન્મ, સ્વર્ગવાસ કશું જ દ્વારકામાં નથી, છતાં ત્યાં “જગત મંદિર” છે.