________________
પાના નં.૩૬
વ્યાખ્યાનમાં હાજર રહેવાનું બન્યું. શ્રાવક | શ્રાવિકા સંઘ ઉપસ્થિત હતો. પૂજય સાધ્વીજીએ પ્રભાવક વ્યાખ્યાન આપ્યું, નવકાર કળશની ઘેર ઘેર સ્થાપના વિગેરે ઘણાં અનુષ્ઠાનો પૂજય સાધ્વીજીની નિશ્રામાં થયાં. પૂજય સાધ્વીજી ભગવંતને વંદન કરવા ગયાં, સાહેબ ! વ્યાખ્યાનની અનુમોદના, પણ અમને આપ જેવાં વિદુષી સાધ્વીજી ભગવંતોનો લાભ મળતો નથી. જવાબ ખૂબ વિચારણીય હતો. “ તમારે ગુજરાતમાંતો ખૂબ આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો છે, ત્યાં અમારી જરૂરીયાત જણાતી નથી, અહીં ભાવક્ષેત્રોમાં અમને અને શ્રીસંઘને ખૂબ લાભ થાય છે”. આ જવાબ આ પ્રશ્નનો અંતિમ જવાબ છે.