________________
પાના નં.૩૫
સં.૧૯૯૦ ના સંમેલન સમયે પણ સાધ્વીજી ભગવંતોને સંમેલનમાં હાજર રાખવા અંગે ખૂબ ચર્ચા થઈ હતી. અનેક લેખ આ અંગે અખબારોમાં લખાયા હતા. “ હજી પણ સંમેલનના સંચાલકો સાધ્વીજીઓને આમંત્રણ આપી શકે છે. ભગવાન મહાવીરે તો ચર્તુવિધ સંઘમાં સાધ્વીઓને સ્થાન આપી તેઓને ઉચિત પદે સ્થાપેલ છે, પરંતુ આપણા સંમેલનના સંચાલકો પ્રભુ મહાવીરે નિયત કરેલા સ્થાન પરથી સાધ્વીને ઉથલાવી પાડી તેને સ્થાન ભ્રષ્ટ કરી ભગવાનની આજ્ઞા ઉથાપવા માગતા હોય તો તે ભલે ઉથાપે.” નાગકુમાર મકાતી - સંવત ૧૯૯૦. પૂજય સાધ્વીજીઓને સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટેની આ વાત છે, અને તેમના વિશાળ અનુભવોનો લાભ શાસનને મળશે. પૂજય સાધ્વીજી ભગવંતોને વ્યાખ્યાન આપવા અંગે રજા આપવા વિચારણા કરવા વિનંતી. આ અંગે અનેક શાસ્ત્રપાઠ છે. ૧ બૃહતકલ્પસૂત્ર, નિર્યુકિત, લઘુભાષ્ય તથા વૃત્તિ સહિત ભાગ ૪, પાનું ૧૨૩૩ - પ્રકાશક
- જૈન આત્માનંદ સભા. સિધ્ધ પંચાશિકાવચૂર્ણિ - દેવેન્દ્રસૂરિ. સિધ્ધપ્રાભૃત. મલયગિરિ કૃત નંદીસૂત્ર ટીકા. સેનપ્રશ્ન. હીર પ્રશ્નોત્તર. સ્થાનાંગસૂત્ર. ઉત્તરાધ્યયન સૂત્ર - નભિરાજ ચરિત્ર. મહાબલ મલયસુંદરી ચરિત્ર - જયતિલકસૂરિ. વ્યવહારસૂત્ર - સાતમો ઉદ્દેશો - સાધ્વીજીઓને પદવી ની વાત.
આપણે સૌ જાણીએ છીએ કે આ પાઠ સામે અનેકાનેક પાઠ રજુ થવાના જ. પણ દેશ કાળ ક્ષેત્ર ની જરૂરીયાત છે. એક દાખલો આપું. હમણા - સં.૨૦૭૧ ના ચાર્તુમાસ દરમ્યાન - રાજસ્થાનમાં ચિત્તોડ પાસે તાલુકા કક્ષાના એક ગામમાં શ્રીસંઘ ના કામ અર્થે જવાનું થયું. અહીં પૂજય સાધ્વીજી ભગવંતોનું ચાર્તુમાસ હતું.