________________
પાના નં. ૨૮ વૃધ્ધ / ગ્લાન પૂજય સાધુ/ સાધ્વીજી ભગવંતો માટે શાતાદાયક સ્થિરવાસ ,
વ્યવસ્થા. પ્રશ્ન-૨
પ્રભુશાસનનું અતિદુષ્કર , પાવન સંયમ જીવન જે પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતોએ ખૂબ આનંદથી, લાંબા, ખૂબ લાંબા પર્યાય સુધી માણ્યું છે તેમના વૃધ્ધ અને અશકત દેહ માટે - તેમના શાતાદાયક સ્થિરવાસ માટે આપણી પાસે કશીજ કાયમી વ્યવસ્થા નથી. પરિણામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
જે પરિવારમાંથી આપણને સંયમ રત્ન મળ્યું તે પરિવાર પોતાના દ્રવ્યથી નાના-મોટા ઉપાશ્રય અને મોટે ભાગે ફલેટ ખરીદે છે. અને તે દ્વારા પોતાના સંતાન સાધુ/ સાધ્વી માટે સ્થિરવાસની વ્યવસ્થા કરે છે. (સંતાન શ્રી શાસનને સોંપ્યું, વૃધ્ધાવસ્થાએ જવાબદારી પરિવારની?)
૮-૧૨ માળના બિલ્ડીંગોમાં પહેલે માળે ઉપાશ્રય, બિલ્ડીંગમાં મિક્ષ વસ્તી, વૃધ્ધોની વૈયાવચ્ચ માટે નાનાં પૂજય સાધુ / સાધ્વીજીઓ- પરિણામ કલ્પી શકો છો. સ્થાયીવાસે રહેલા કાચી વયનાં પૂજય સાધુ/ સાધ્વી, મિક્ષ વસ્તી, બનાવો બની રહ્યા છે, બની જ રહ્યા છે. બિલ્ડીંગમાં રહેતા શ્રાવક / શ્રાવિકોઓનો ગાઢ પરિચય પણ અનેક દુષણો સર્જી શકે છે. આ સ્થિતિ માં વૃધ્ધાવસ્થામાં અમારું શું ? અને તેના ઉકેલ માટે પૂજય સાધુ / સાધ્વીઓ દ્વારા અતિઅયોગ્ય પ્રયત્ન થઈ રહ્યા છે. આવા એક પ્રયત્ન અંગે પૂરા પૂરવાઓ સાથે ની વિગતો જેઠ સં. ૨૦૭૧ માં મેં એક ગીતાર્થ આચાર્ય ભગવંતશ્રીને આપી ત્યારે તે પૂજયશ્રીની અતિ વેદના મે નિહાળી છે. આ પ્રશ્નના ઉકેલ માટે અમુક કરોડ ના પ્રોજકટ બની રહ્યા છે. તેમ સાંભળ્યું છે, અનુમોદના. આ પ્રશ્નનો પ્રોજેકટ સંસ્થા, કરોડો રૂપિયા, ટસ્ટ્રીઓ વિના સરળ ઉકેલ છે. (૧) પાલીતાણા, શંખેશ્વર, ભીલડીયાજી, જેવા તીર્થો અને હવે તો નાના
કસબાઓમાં પણ ધર્મશાળાઓ છે. દરેક ધર્મશાળા ના ટ્રસ્ટીઓને આપણે વિનંતી કરીએ, બે રૂમ આપો. માત્ર પાલિતાણામાં ૨૦૦ રૂમ મળશે. દરેક ગ્રુપને બે રૂમ આપો. પૂજયશ્રીના ગૃપોને ૬-૧૨ મહિને એક થી બીજી ધર્મશાળાએ સ્થળાંતર કરાવો. પાંચ - છ પૂજય સાધુ/ સાધ્વીજી ના એક ગૃપની તમામ રીતે સંભાળ લઈ શકે તેવા ધર્મનિષ્ઠ ટ્રસ્ટીઓ આપણી પાસે છે જ. જયારે આપણે કરોડો ખર્ચવા સક્ષમ છીએ તો આ ધર્મશાળાના ટ્રસ્ટીઓ સ્વીકારે તો તેઓને આ માટે ચોકકસ રકમ આપવા વિચારી શકાય.