________________
પાના નં. ૨૭
(૨)
અંજન શલાકા માટે પણ સામૂહીક વ્યવસ્થા કરી શકાય. પ્રતિષ્ઠા માટે જે તે સ્થળે જે ગુરૂયોગ મળે તે મુજબ વ્યવસ્થા થાય. (કલિકાલ સર્વજ્ઞ પૂઆ.ભ.શ્રી હેમચન્દ્રાચાર્યશ્રીજીએ પણ વિવિધ સ્થળોએ પ્રતિષ્ઠિત થનાર પ્રભુબિંબ નું અંજન એક સ્થળે કરેલ છે જ.) સમૂહદીક્ષા અને સમૂહ અંજન સમારોહ બંને એક જ સમયે એક જ સ્થળે યોજાય, પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણીએ અનેક દીક્ષાઓ થાય અને બંને પ્રસંગોએ ખૂબ શાસન પ્રભાવના થશે તેમજ આગળ જણાવેલ બધાજ લાભ થશે. સમય બદલાયો છે. ખર્ચ અને વિહાર નહી, પણ શાસન પ્રભાવક અનુષ્ઠાનોની જરૂરત છે.
સ્મૃતિ મહોત્સવ, જીવીત મહોત્સવ, અઠ્ઠમતપની નિશ્રા આપવા પાંચસો કિ.મી.નો વિહાર આ બધુ સરળતાથી આપ અટકાવી શકો તેમ છો.