________________
પાના
વાડા ની વાત
જયાં પૂજય સાધુ/ સાધ્વીજી ભગવંતોની શેષકાળ કે ચાર્તુમાસ માં સ્થિરતા હોય તે ગામ / શહેર નો શ્રી સંઘ, સ્થાનિક સ્થિતિ, કાયદાકીય પ્રાવધાનો, અરૂચિના- ડ્રેનેજ ચોકઅપના પ્રશ્નો ને ધ્યાનમાં લઈ જે વ્યવસ્થા કરે તે પૂજય સાધુ/ સાધ્વીજી સંસ્થાએ સ્વીકારવી. શ્રીસંઘોએ આ વ્યવસ્થા કરતી વખતે આપણી પરંપરાઓ શકય વધુ સચવાય, વિરાધના નિવારવાનો પૂરો પ્રયાસ કરી આ વ્યવસ્થા કરવી. આ સ્થિતિ | વ્યવસ્થા સૌ એ સ્વીકારવીજ. આમ વાપરવું, તેમ ન વપરાય એ ઠરાવવાનો હવે સમય નથી. શહેરીકરણ, ગીચ વસ્તી વચ્ચે આરાધના સ્થળોને કારણે હવે આ પ્રશ્ન અને જવાબ માત્ર શ્રી સંઘને સોંપવો પડે તેમ છે. ઉપર જણાવેલ માર્ગદર્શન હેઠળ. આ પ્રશ્નને ઉકેલવા સોલાર સિસ્ટમ, કાચ, એક્રેલીક ની શીટ દ્વારા કેબીન બનાવી વધુ ગરમી પે વાડાના પ્રશ્નને ઉકેલવાના પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે. પરંતુ અનુભવથી કહી શકુ કે આ વ્યવસ્થા અનેક કારણોસર સ્વીકાર્ય થઈ શકે તેમ નથી- (આ પ્રયોગોમાં હું સતત સહભાગી રહ્યો છું.) આ પ્રશ્ન માત્ર વિવેક પૂર્વક ઉપયોગ ના / ના ઉપયોગના છે, સંમેલન દ્વારા સંમતિ આપવાના નથી. લખી રાખો... જો સંમેલને માઈક, લાઈટ, બાથરૂમ વાપરવાના ઠરાવ દ્વારા સત્તાવાર સંમતિ આપી તો હવે ત્રણ પ્રકારના આરાધના ભવનોનું નિર્માણ થશે. (૧) એક તિથિ નાં આરાધના ભવનો. (૨) બે તિથિ નાં આરાધના ભવનો. ૩) પ્રભુની આજ્ઞામાં સતત અપવાદોના ધની આધુનિક સાધુ-ભગવંતોનાં આરાધના ભવનો.