________________
પાના નં.૨૩
હવે પછીની પરિસ્થિતિમાં – આપણે એક પૂજયશ્રી પાસે જઈશું, પંખો / કદાચ એ.સી. ચાલતું હશે. બે-ત્રણ મોબાઈલ, લેપટોપ ચારે બાજૂ પડેલા હશે. કંકોત્રીઓ કે પ્રકાશનોની પ્રિન્ટ નીકળતી હશે. પૂજયશ્રી તેઓશ્રી માટે બનાવેલ સિંહાસન તૂલ્ય પાટ પર ચાર-પાંચ લિયરની ગાદી પર (નીચે આસન હશે) બિરાજમાન હશે. આ સિંહાસનો, ગાદીઓ, પંખા, એ.સી., લેપટોપ, - આજે જ વોટ્સએપ પર એક ફોટો આવ્યો, એક પૂજય આચાર્ય ભગવંત પાલખી માં આર્શિવાદ મુદ્રાએ બિરાજમાન છે, આચાર્ય ભગવંતોએ પાલખી ઉચકી છે તેમાં એક વૃધ્ધ આચાર્ય ભગવંતના (પાલખી ઉચકનાર) ચહેરા પર જે પરિશ્રમના દર્શન થાય છે કે કોઈપણ શ્રાવકને સ્તબ્ધ કરી દે તેવું દર્શન છે. સદી પહેલાં અસ્ત થયેલ યતિ પ્રથા તરફ મકકમ ડગતા નથી માંડયાં ને? આપણે. ગાદી સ્થાનો તો ઘણાં વર્ષો પહેલા બનાવવાનું પ્રારંભાયું છે, બન્યાં છે, બની રહ્યાં છે. ગડમથલના આ પ્રશ્નોમાં કદાચ આ પ્રશ્નોના ઉત્તર જે તે સમુદાય પોતે શોધે પોતાને ઠીક લાગે તેમ નિર્ણય લે તેવો નિર્ણય લેવાય. સમુદાયોને આવા પ્રશ્નોએ નિર્ણય લેવાનું કહેવું તે તે શાસન ને સમુદાયોમાં વિભાજન તરફ દોરવાનું મહાકાર્ય થશે, શાસન નહિ રહે - સમુદાયોનું અંધાધૂંધ શાસન
બનશે.