________________
પાના નં.૨૨
બીજા સંપ્રદાય લાઈટ, માઈકનો ઉપયોગ કરે છે. તેઓ તેને કારણે ઘણા કલાક કામ કરી શકે છે. વિગેરે દલીલો થઈ રહી છે. વિદ્યુત સજીવ છે તે અંગે આગમ પ્રમાણો છે જ, ન જ વાપરી શકાય. ઘણા કલાક કામ કરવાની અને તે સંશોધનો, સાહિત્ય દ્વારા શાસન ઉપયોગી થવાની દલીલ આ અગાઉ પૂર્ણ શાસ્ત્રજ્ઞ ગુરૂવર્યો કરી ચૂકયા છે. પણ તે પૂજયોએ સાધુ જીવનમાં રહી વિજળી કે પ્રવાસના સાધનો નથી જ વાપર્યા. તેઓશ્રીએ પ્રભુની આજ્ઞાને કોઈ જ અપવાદ આપ્યા વિના, સંયમ માર્ગ છોડી શાસન સેવાનું | શ્રુત સેવાનું ચિરંજીવ કામ કર્યું અને “વિજળી વાપરો ” નારા નો પૂર્ણ સ્વીકાર્ય જવાબ આપ્યો
ઘણા કલાક, ઘણી શાસન પ્રભાવના, ઘણાં અનુષ્ઠાન માટે કદાચ થોડા સમય બાદ વાહન વાપરવાની વાત આવશે, આવશે જ. પ્રભુ આજ્ઞામાં અપવાદ હોઈ શકે નહી. આ લપસણી ભૂમિ છે. કાદવ ભરી લપસણી ભૂમિ, ઉડા ઉતરતા જ જવાશે.(અપવાદ માર્ગ એટલે શું? ની ચર્ચા શરૂ થશે. ) પૂજય ગુરૂભગવંત! ઘણા કલાક કામ કરવા માટે આપ સંયમ જીવન નથી જીવતા. આપનું લક્ષ્ય ઘણા કલાક કામ નહી, ઘણું વહેલું મોક્ષ છે. અંતે માઈકના ઉપયોગની કશીજ દલીલ સ્વીકારી શકાય નહી. શ્રી સંઘ કદાપિ સ્વીકારે જ નહી. શ્રી સંઘે આ અંગે અંતિમ નિર્ણય લઈ જ લીધો છે. જે માઈક વાપરે છે તે પૂજયશ્રીઓ પૂરા વિવેક થી શ્રી સંઘનું ગૌરવ સાચવે છે. હવે શ્રી સંઘની ઉદારતાનો કશો અનર્થ અન્ય કોઈ ન કરે.
** મોબાઈલ :
મોબાઈલ ફોનનો સાર્વત્રિક રીતે અને કેટલેક અંશે લેપટોપ, ટેબલેટ નો ઉપયોગ પણ થાય છે. મહદ્ અંશે વિવેકથી, સ્પીકરનો ઉપયોગ કરીને આ ઉપયોગ થાય છે. આ પ્રવૃત્તિ અટકાવવી અસંભવ છે, તે ખેદ સાથે પણ સ્વીકારવું પડે તેમ છે. આ સ્થિતિ ઉભી થવામાં શ્રાવકોનો ફાળો છે જ. પૂ.ગુરૂવર્યોને અતિ પ્રવૃત્તિ તરફ દોરી જવામાં શ્રાવકોનું મહાપ્રદાન છે. ઈ-મેઈલ પર, વોટ્સએપ પર આપણે ગુરૂભગવંતોનો સતત સંપર્ક કરીએ છીએ. મોબાઈલ / લેપટોપ / ટેબલેટ નો ઉપયોગ શ્રાવક સંસ્થાજ અટકાવી શકે. અત્યારે લાઈટ, માઈક, ફોન, ટેબલેટની જે સ્થિતિ છે અને સંમેલન આ બાબતોને અધિકૃત કરવા મળી રહ્યું છે તે ધારણા જો ખરાઈ તરફ ગઈ તો .... હમણા હું એક પદસ્થ પૂજયશ્રી સાથે બેસીને આ અંગે ચર્ચા કરતો હતો, અડધા કલાક માં પંખા વિના હું હેરાન થઈ ગયો ત્યારે તે પૂજયશ્રીને મે કહેલ, અમો અડધો કલાક આ તાપ, આ પરિષહ સહન કરે શકતા નથી, આપ સમગ્ર સંયમ જીવન આ પરીષહો સાથે પરમાનંદથી વ્યતીત કરો છો, એટલેજ આ પૂજય છ, વંદનીય છ.