________________
પાના નં. ૨)
લાઈટ, માઈક, મોબાઈલ, લેપટોપ, અને વાડાના પ્રશ્નો માટે સંમેલન છે.
તે તો ઉકેલાઈ ચુકયા છે.
સંમેલનની તારીખો, સ્થળ અંગેનો નિર્ણય થયો તે જ ક્ષણથી શ્રી સંઘમાં એક જ ચર્ચા છે, આ સંમેલન માઈક, મોબાઈલ, વાડા ના પ્રશ્નો માટે છે, હકીકતે, આ સત્ય ન પણ હોય, છતાં વાતાવરણમાં ધારણા તો આવી જ બની છે.
આ પ્રશ્નનો ઉત્તર / નિર્ણય શ્રી સંઘે ખૂબ લાંબા સમય પહેલાં આપી જ દીધો છે અને આપ સૌ કબુલ કરશો જ કે શ્રી સંઘની સત્તા / નિર્ણય આખરી જ હોય, સંઘના એક અંગ પૂજય સાધુ ભગવંતોએ હવે આ પ્રશ્ન કંઈ કરવાનું બાકી રહેતું નથી. માઈક :
આપણો સૌ જાણીએ છીએ કે તપાગચ્છ માંના કેટલાંક ગુરૂવર્યો ઘણા લાંબા સમયથી માઈક નો ઉપયોગ કરે જ છે. પણ ગુજરાતમાં, મુંબઈમાં, આ પૂજય ગુરૂભગવંતોએ પણ માઈકનો ઉપયોગ કર્યો નથી, સ્પષ્ટ પણે કહું તો કરી શકયા જ નથી, આ શ્રી સંઘની ઈચ્છા છે, અને સત્તા પણ. લંબાણનો ભય છે છતાં.. એક પ્રભાવક ગુરૂવર્ષે ગુજરાતમાં માઈક નો ઉપયોગ કર્યો, પ્રત્યાઘાત સારા, બિલકુલ સારા ન પડયા, અને એ મહાસાધુશ્રીએ મિચ્છામિદુકકડમ કર્યું, આ તાજો ઈતિહાસ છે. સુરતમાં છેલ્લા ૪૨ વર્ષમાં કોઈપણ આરાધના ભવને - ઉપાશ્રયે વ્યાખ્યાનમાં માઈક નો ઉપયોગ થયો નથી. આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધના ભવને વર્તમાન સમયના તમામ ગચ્છ ના એટલે કે અંચલગચ્છ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ, વિમલ (શાખા) ના ગુરૂવર્યોનાં વ્યાખ્યાનો થયાં છે. આ સૌ ગુરૂભગવંતો માઈકનો ઉપયોગ કરે છે. પણ આચાર્યશ્રી ૐકારસૂરિ આરાધના ભવને આ કોઈ ગુરૂભગવંતે માઈકનો ઉપયોગ કર્યો નથી. આપણી પરંપરાને તેઓ સૌએ સન્માની છે. સૂરતના સૌથી મોટા કાર્યક્રમ સ્થળ / મેદાનમાં મારા સંયોજન હેઠળ ચારેય સંપ્રદાયનો એક વિરાટ કાર્યક્રમ હતો. તપાગચ્છ ના માઈક વાપરતા એક પૂજય ગુરૂવરશ્રીને આ કાર્યક્રમમાં અધ્યક્ષીય નિશ્રા આપવા મેં વિનંતી કરેલ, પૂજયશ્રી ત્યારે સૂરતથી ૮૦ કિ.મી. દૂર વ્યારા બિરાજમાન હતા. પૂજયશ્રીએ પોતે આ કાર્યક્રમમાં માઈકનો ઉપયોગ કરશે તેમ મને જણાવ્યું. સંયોજક તરીકે પૂજયશ્રીના પૂરા સન્માન અને પૂરા વિવેકથી, આ અંગે હુ રજા આપી શકું નહી તેવો જવાબ આપેલ અને પૂજયશ્રીએ કશાજ વિવાદ વિના એ સ્વીકારેલ. તેઓશ્રી કાર્યક્રમ વખતે સૂરત પહોંચી ગયા હોવા છતાં કાર્યક્રમમાં હાજર રહયા નહીં. શ્રી સંઘની ઈચ્છાના સ્વીકારની આ ઉચ્ચ ભાવના હતી.