________________
પાના નં. ૧૯
સ્પષ્ટ ઉત્તર / ઉકેલ માંગતા પ્રશ્નો - ભૂમિકા.
કોઈપણ પ્રશ્ન અને તેના જવાબ | ઉકેલ | નિકાલ ની ત્રણ સ્થિતિનો ગહન વિચાર કરવો પડશે. (૧) પ્રશ્નને પૂરા હાઈથી સમજવો. (૨) તેના જવાબ માટે તલસ્પર્શી વિચારણા કરી જવાબ માટે પૂર્ણ આયોજન કરવું અને આવનાર
પરિણામોનો પૂરો વિચાર કરવો. (૩) નિર્ણય ના અમલ માટે સ્પષ્ટ આયોજન કરવું.
અહીં લગભગ ૧૭ થી વધુ અગત્યના પ્રશ્નો ચર્ચાયા છે. અહીં માત્ર પ્રશ્નોનો ખૂબ ટુંકો નિર્દેશ અને પરિણામો વિશે થોડું લખાયું છે. ઉકેલ પધ્ધતિ ખૂબ લાંબી ચર્ચા માંગે તેમ છે. લગભગ તમામ પ્રશ્નો વિશે પૂરેપૂરું ચિંતન રજૂ કરવું શકય નથી. યોગ્ય સ્થળે થઈ શકે. પ્રશ્નો છે, ઉકેલના માર્ગો છે, ચર્ચા પ્રારંભીએ, સુપથ મળતા જ રહેશે. આપણું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે, એ ગતિ પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી, તેમાં વિદન આવે તો પણ તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો, ધ્યેય પ્રાપ્તિની તીવ્રતા એ વિનોને વિખેરી નાંખે છે. અને વિદ્ગોને ઓળંગી જવાનું બળ આપે છે. નિર્ણય લેતા પહેલાં “આ કે તે ” વિકલ્પ ભલે શોધ્યા કરીએ, પણ નિર્ણય પછી નહી. નિર્ણય પછી તબકકો ગતિનો આવે છે. ગતિ પ્રગતિનું રૂપ લે છે, અને ધાર્યા ધ્યેયે પહોંચાય છે. માત્ર ચાલવાથી બેય સ્થળે નથી પહોચાતું, પણ જે ધ્યેય પ્રાપ્તિ માટે તે જ દિશામાં ચાલવાથી ત્યાં પહોંચાય છે. ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે.