________________
પાના નં.૧૮
બાકીના ઠરાવ માર્ગદર્શક ઠરાવો છે. આ સંમેલનની અદ્દભૂત ફલશ્રુતિ એટલે પરસ્પર સ્નેહ, આદર, પૂજયભાવનો હર્ષિત થઈ જઈએ તેટલો વધારો. સદીથી ઘણા પ્રશ્નો ઉકેલાયા નથી, ઉભા જ છે, પણ ઉકેલ માટે સ્નેહથી મળી શકાય તેવું સદ્ વાતાવરણ અવશ્ય નિર્માયું. સંમેલનના ચાર આધારસ્તંભ, પૂજય આચાર્યશ્રી રામસૂરિજી, પૂજય આચાર્યશ્રી ૐકારસૂરિજી, અને પૂજય આચાર્યશ્રી હિમાંશુસૂરિ અને પૂજય આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજી આજે આપણી વચ્ચે નથી. તેઓ સૌ વિદ્યમાન હોત તો ઘણું કરી શકયા હોત. પણ તેઓએ અમૃત સિંચ્યું છે આપણામાં, હવે આપણી જવાબદારી છે. સંવત ૨૦૪૪ ના સંમેલનની સ્નેહ સફળતાના આ ચાર આધાર સ્તંભો પર ઉપસ્થિત | અનુપસ્થિત તમામ ગુરૂવર્યોએ પૂર્ણ વિશ્વાસ થી તે સ્તંભો પર હેતનો માંડવો રચ્યો. અને તેથી જ આપણે સફળ થયા. સૌ સાથે હોય તેને સંગાથ કહેવાયો છે. આગળનાં બે (સં.૧૯૯૦-સં. ૨૦૪૪) માં ઠરાવો થયા છે. ઠરાવોના અમલ માટે કોઈ જ આયોજન થયું નથી. ઠરાવોનું શું થયું તેનું પાછળથી કોઈ ફોલોઅપ થયું જ નથી. જો ઠરાવોથી બધુ થઈ જવાનું હોય તો હું સંવત ૨૦૭૨ ના સંમેલન માટે એક ઠરાવ મુકું છું. “હવે આ સમગ્ર વિશ્વ જૈન ધર્મનું અનુયાયી બને તેવા પ્રયત્નો કરવા.” આ ખૂબ લાંબી ભૂમિકા ના કારણો આપ સૌ સમજી શકશો. આ ત્રણ સંમેલનોનો અનુભવ, કારણો, આપણા માટે પથદર્શક છે. આ સંમેલનોએ સ્પષ્ટ કર્યું છે કે શું થવું જોઈએ અને શું ન જ થવું જોઈએ.