________________
પાના નં.૧૫ સંમેલનની કાર્યવાહી (સં.૧૯૯૦). પ્રથમ દિવસ - સારાંશ મુખ્યત્વે આજે બે મુદ્દા પર ચર્ચા ચાલી. વિષય વિચારણી સમિતિ (એજન્ડા) નિમવી કે નહી અને અનશન શાસ્ત્રીય કે અશાસ્ત્રીય (પૂજય શાંતિવિજયજીના કેસરીયાજી તીર્થ રક્ષા માટે અનશન ના અનુસંધાને) બે માંથી એક પણ પ્રશ્નનો નિવેડો લાવી શકાયો નહી. બીજો દિવસ - સારાંશ આજનો દિવસ પણ લગભગ કંઈ કાર્ય કર્યા વિના વ્યતીત થયો. વિષય વિચારણી સમિતિ નિમવા અંગે અને વર્તમાન પત્રોમાં પ્રગટ થતા સમાચારો પર અંકુશ મેળવવા અંગે ચર્ચાઓ થઈ. કેઈ પરિણામ કે નિવેડો ન આવ્યો. ત્રીજો દિવસ - સારાંશ લગભગ ૮૦ જેટલા પ્રતિનિધિઓની એક સાધુ મંડળીને વિષયો (એજન્ડા) નકકી કરવા અને તે અંગેના ઠરાવ કરવા કામ સોંપવામાં આવ્યું. આ મંડળીએ જે ઠરાવો સર્વાનુમતિથી પાસ થાય તે જ પસાર થયેલા જાહેર કરવા. ચોથો દિવસ - સારાંશ મુખ્યત્વે બે ઠરાવો ચર્ચાયા. જેમાં પ્રથમ ઉદેપુરના મહારાણાશ્રીને કેસરીયાજી તીર્થ અંગે પત્ર લખવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. બીજો ઠરાવ શાંતિવિજયજીના અનશન અંગે અભિનંદન આપવાના ઠરાવે ગંભીર સ્વરૂપ લીધુ, કંઈ થયું નહિ. પાંચમો દિવસ - સારાંશ ૩૦ સાધુઓની ચુંટણી અને તેમના હાથમાં કારોબાર સોંપવાનો નિર્ણય થયો. (૮૦ પ્રતિનિધિ ના બદલે હવે ૩૦ થયા). છઠ્ઠો દિવસ - સારાંશ “હું જોઈ લઈશ” ની ધમકી, ઓઘો કપડાં છીનવી લેવાના બનાવો.... નવમો દિવસ - સારાંશ “ નાન્ય” શબ્દની ચર્ચામાંજ આખો દિવસ પસાર થયો. દસમો દિવસ - સારાંશ બાળ' કોને કહેવાય તેની ચર્ચા થઈ. અગિયારમો દિવસ - સારાંશ શ્રાવકોને સંમેલનમાં બેસાડવામાં આવે કે કેમ તેની ચર્ચા થઈ. ચૌદમો દિવસ - સારાંશ ખરડો એટલેકે એજન્ડા ઘડનારી ચાર સભ્યોની સમિતિ ની રચના થઈ. (૮૦ માં થી ૩૦, ૩૦ માંથી હવે ૪)