________________
પાના નં.૧૪
ભૂમિકા - સંમેલનોનો ઈતિહાસ.
પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ પ્રથમ પાટની (પટણા) વાચના થી છેલ્લી વલભીપુર વાચના સુધીમાં પાંચ સાધુ સંમેલન મુખ્યત્વે શ્રુતરક્ષા અને છેલ્લું - વલ્લભ સંમેલન શ્રુતને અક્ષરારૂઢ માટે થયાં. ત્યાં મતભેદ હતા, પણ હર્ષિત થવાય તેવા મતભેદ, પ્રભુ વાણી માં કશો પણ મતભેદ ન ર તે માટે મથામણના મતભેદ, પરિણામ શ્રેષ્ઠ આવ્યું, પ્રભુની વાણી, પ્રભુની આજ્ઞાઓ, આપણને શુધ્ધ વિશુધ્ધ રૂપે મળી. આ સંમેલનો માં ચર્તુવિધ શ્રીસંઘની ભૂમિકા સ્પષ્ટ પણે હતી જ. જયારે ભદ્રબાહુસ્વામીજીએ પૂર્વોના અભ્યાસ કરાવવા માટે પટણા આવી શકવાની અશકિત દર્શાવી ત્યારે શ્રીસંઘે આજ્ઞા કરી અને પૂ.સ્થૂલભદ્રસૂરિ આદિ ને નેપાળ પૂજય ભદ્રબાહુસ્વામી પાસે મોકલી અભ્યાસ / વાચના અપાવી જ હતી. વલ્લભીમાં ૫00 પૂજય આચાર્યોને પરિવાર સહિત ખૂબ લાંબો સમય શ્રીસંઘે સેવા આપી, લખાયેલ શ્રત ની રક્ષા / સાચવવાનું કાર્ય શ્રીસંઘે સુપેરે સંભાળ્યું. (૨) સંવત ૧૯૯૦ નું સંમેલન :
વલ્લભી સંમેલન બાદ લગભગ ૧૫૦૦ વર્ષ સુધી કોઈ સંમેલનનો ઈતિહાસ પ્રાપ્ય નથી. - સંવત ૧૯૭૨ માં થયેલ સંમેલન પૂર્ણ સંમેલન હતુ? સંવત ૧૯૯૦ માં અમદાવાદ મધ્યે પૂજય સાધુ સંમેલન મળ્યું. તે સમયનાં કારણોમાં દેવદ્રવ્ય અંગે ઉભા થયેલા વિવાદો, બાળદીક્ષા અંગે ઘડાઈ ગયેલા કે ઘડાનારા કાયદાઓ, આચાર્યો ને સંઘ બહાર મુકવાના બનાવો, ખરા પટ્ટધર કોણ ના વિવાદો, વાતાવરણ ક્ષોભજનક હતું, કંઈક કરવું અનિવાર્ય હતું, અંતે સંમેલનનો નિર્ણય લેવાયો. સંવત ૧૯૯૦ ફાગણ વદ ત્રીજ રવિવાર તા.૦૪-૦૩-૧૯૩૪ નો દિવસ નકકી થયો. અમદાવાદ ના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ ની સહી થી આમંત્રણ અપાયાં. આ સંમેલન અમુક પક્ષના કહેવાથી બોલાવાયું છે તેવી શંકાઓ નો પ્રથમથી જ પ્રારંભ થયો. તે સમયનાં જૈન પત્રો “જૈન”, “વીરશાસન" વિગેરેમાં વિવાદો શરૂ થયા. સમાચાર પત્રોએ પણ જાત-જાતની વાતો | અફવાઓ ફેલાવવામાં અગત્યનો હિસ્સો મેળવ્યો. અનેક પ્રશ્નો હતા, સાધ્વીજીઓની આ સંમેલનમાં કોઈ ભૂમિકા કેમ નહી ? તે અંગે ખૂબ વિવાદો થયા. તે અંગે લેખો લખાયા. એક લેખનો થોડો ભાગ આપુ છું. “હજી પણ સંમેલનના સંચાલકો સાધ્વીજીઓને આમંત્રણ આપી શકે છે. ભગવાન મહાવીરે તો ચર્તુવિધ સંઘ માં સાધ્વીજીઓને સ્થાન આપી તેમને ઉચિત પદે સ્થાપેલ છે. પરંતુ આપણા સંમેલનના સંચાલકો પ્રભુ મહાવીરે નિયત કરેલ સ્થાન પરથી સાધ્વીઓને ઉથલાવી પાડી તેને સ્થાન ભ્રષ્ટ કરી ભગવાનની આજ્ઞા ઉથાપવા માંગતા હોય તો ભલે ઉથાપે ”. ખૂબ નિવેદનો થયાં, ખૂબ વિવાદ થયા, પણ અંતે સંમેલન મળ્યું. ૩૪ દિવસ ચાલ્યું.