________________
(૩)
પાના નં.૧૬
સત્તરમો દિવસ - સારાંશ
ચાર સભ્યોની સમિતિએ અગિયાર બાબતોનો એજન્ડા રજુ કર્યો.
(૧) શ્રમણ સંઘની વ્યાખ્યા :- શ્રમણ પ્રધાન જે સંઘ તે શ્રમણ સંઘ. સાધુ છે પ્રધાન જેમાં તેવો
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ.
ચતુર્વિધ સંઘ પૈકીના શ્રાવકોની યોગ્ય સલાહ લેવામાં સાધુઓને વાંધો હાવો જોઈએ નહી. ચોત્રીસમો દિવસ - સારાંશ
ચોત્રીસ દિવસના મનોમંથન પછી અગિયાર ઠરાવો થયા. સ્પષ્ટ પણે કહીએ તો આ ઠરાવો માત્ર માર્ગદર્શક ઠરાવો હતા. આ ઠરાવોમાં કયાંય આજ્ઞા, આદેશ નથી. દીક્ષા અને દેવદ્રવ્ય સિવાયના
નવ ઠરાવ માત્ર ઠરાવ જ હતા.
આ ચોત્રીસ દિવસમાં ચર્ચાયેલ, ખાસ કરીને દેવદ્રવ્ય અને બાળદીક્ષા તેમજ કેટલેક અંશે તિથિ અંગે જે ચર્ચાયું અને જે બીજા રોપણ થયું - શાનું બીજા રોપણ થયું તે ભવિષ્યે કહ્યું જ છે. સંમેલન બીજા રોપણ માટે સફળ રહ્યું.
સંવત ૨૦૧૪ નું સંમેલન :
સં.૨૦૧૪ વૈશાખ સુદ ત્રીજ મંગળવાર તા.૨૨-૦૪-૧૯૫૮ ના રોજ તપગચ્છ મુનિસંમેલન માટે શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ૩૨ પૂજય ગુરૂભગવંતોને આમત્રણ આપેલ ( ૧૫ પૂજય આચાર્ય ભગવંતોને આમત્રણ નહિ આપવાનો અને આ સંમેલન પણ અમુક પક્ષે બોલાવ્યું છે તેવા વિવાદ થી આ સંમેલનની શરૂઆત થઈ).
પહેલા જ દિવસે શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ એ જણાવ્યું “ આપણા જૈન સંઘમાં ચાર અંગો કરેલાં છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ જાતનો ચર્તુવિધ સંઘ પોતાની આમન્યાઓમાં રહી વર્તે એ અતિ અગત્યનું છે. એ મહા દુઃખની વાત છે કે આજે ચારેય સંસ્થાઓમાં ભારે ચિરાડો પડી છે તે રોકવામાં નહી આવે તો જૈન ધર્મનું ભાવી જોખમાશે.”
૧૫ દિવસના આ સંમેલનમાં શેઠ શ્રી કેશવલાલે ખૂબ સક્રિય ભૂમિકા નિભાવી. તમામ બેઠકોમાં હાજર રહ્યા તે અંગે પણ વિવાદો અને દોષારોપણ થયાં.
આ સંમેલનમાં માત્ર એકજ મુદ્દો ચર્ચવાનો હતો, તિથિ ચર્ચા- ખૂબ ચર્ચાયો. ચાલુ ચર્ચાએ અમુક પૂજય ગુરૂવર્યો સંમેલન છોડી ગયા. થોડા બેસી રહ્યા. સંમેલન વધુ વિવાદ, વધુ કડવાશ, વધુ કટ્ટરતા સાથે સમાપ્ત થયું, કશાજ નિર્ણય કે ઠરાવ વિના.