________________
IST
જ્ઞાનેન્દ્રિયનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ પાંચે ઈન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય છે, એ રીતે ભોગેન્દ્રિય પણ છે અને વિષયનું જ્ઞાન કરીને તેમાં તટસ્થ થાય, તો યોગેન્દ્રિય પણ છે. ઈન્દ્રિયરૂપી ઉપકરણ વિષયો સાથે અથવા જડ જગત સાથે જ્ઞાન દ્વારા પોતાનો એક કાયમ સંબંધ સ્થાપિત કરે છે પરંતુ આ ઈન્દ્રિયોની લાચારી છે કે પોતાના વિષય સિવાય અન્ય ઈન્દ્રિયના જ્ઞાનમાં જોડાઈ શકતી નથી અને જો પાંચે ઈન્દ્રિયનું જ્ઞાન એક સાથે ન જોડાય તો, આખો વ્યાપાર અટકી પડે તેમ છે અર્થાત જ્ઞાનનો કોઈ અધિષ્ઠાતા ન હોય, તો જ્ઞાન ખંડ–ખંડ થઈને રહી જાય છે. કપડાના નાના નાના ટુકડાને ભેગા કરીને તેને સીવી આપનાર દરજી ન હોય, તો કપડું ખંડ–ખંડ રહી જાય છે પરંતુ એક સુંદર વસ્ત્ર બનતું નથી. એ જ રીતે જો કારીગર ન હોય તો નાના-મોટા કલમુરજા–અર્થાત ખંડ ઉપખંડને પરસ્પર ગોઠવીને એક મશીન તૈયાર થતું નથી. અસ્તુ. આ પૂલ દષ્ટાંત છે.
ઈન્દ્રિયોથી પ્રાપ્ત થયેલા ખંડ જ્ઞાનને કેન્દ્રીભૂત કર્યા વિના અર્થાત્ તે જ્ઞાન એક સ્થાનમાં એકત્ર થયા વિના આત્મા શરીર રૂપી રથ ચલાવી શકતો નથી. સમગ્ર જ્ઞાતા તરીકે આત્મા પ્રગટ થઈ શકતો નથી અને જીવને પણ તેનો બોધ થતો નથી પરંતુ પ્રત્યેક ઈન્દ્રિયો જે જે વિષયને જાણે છે, તે તે વિષયોનું આત્માને એક સાથે સમગ્ર જ્ઞાન થાય છે, જાણ થાય છે, ભાન થાય છે, તેમ પણ કહી શકાય કે જે હું સાંભળનારો છું, તે જ હું જોનાર છું અને જે હું જોનાર છે તે જ ગંધ–રસ–સ્પર્શ ઈત્યાદિ ગુણોનો જાણનાર છું. આમ વ્યક્તિ તરીકે પાંચેય ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા એવો આત્મા ઈન્દ્રિય દ્વારા સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરે છે. જાણનાર, જોનાર, સાંભળનાર કે ગંધ લેનાર ઈત્યાદિ ગુણવાન પોતે જીવ છે, તેવો તેને જ્ઞાનભાવ પ્રગટ થાય છે.
હકીકતમાં તો આ આત્માની જ શક્તિ છે. આત્માથી પ્રવાહિત થયેલું જ્ઞાન ઈન્દ્રિયોમાં વિભક્ત થઈને વિષયની જાણકારી મેળવી પુનઃ આત્મા સુધી પહોંચે છે. અહીં સિધ્ધિકારે સમજવા પૂરતું જ લખ્યું છે કે પ્રત્યેક ઈન્દ્રિયને પોતાના વિષયનું જ્ઞાન છે. ઈન્દ્રિયો સ્વયં એક જ્ઞાનાત્મક તત્ત્વ છે એટલે જ શાસ્ત્રમાં ઈન્દ્રિયના બે વિભાગ કરવામાં આવ્યા છે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય પણ બે પ્રકારની છે. (૧) નિવૃત્તિ ઈન્દ્રિય – ઈન્દ્રિયોની બાહ્ય રચના રૂપ દ્રવ્યેન્દ્રિય અને (ર) ઉપકરણ ઈન્દ્રિય – વિષય ગ્રહણાત્મક પૌદ્ગલિક શકિત રૂપ દ્રવ્યન્દ્રિય. એ જ રીતે ભાવેન્દ્રિય પણ બે પ્રકારની છે, (૧) લબ્ધિ ઈન્દ્રિય – જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાનાત્મક શકિત, તે લબ્ધિ રૂ૫ ભાવેન્દ્રિય છે અને (૨) ઉપયોગ ઈન્દ્રિય - તે જ્ઞાનાત્મક શકિતના વ્યાપાર રૂપ છે. આ રીતે ભાવેન્દ્રિય જ્ઞાનસ્વરૂપ જ છે. જ્યારે ઘાતિકર્મના ક્ષયોપશમ અને પુણ્યના ઉદયથી જીવને દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થાય છે. દ્રવ્યેન્દ્રિય પદ્ગલિકરૂપ છે પરંતુ ભાવેન્દ્રિય જ્ઞાનાત્મક છે. આત્માથી પદાર્થ સુધી જતો જ્ઞાનનો એક પ્રવાહ અને પદાર્થને સ્પર્શ કરીને પુનઃ આત્મા સુધી આવતો જ્ઞાનનો બીજો પ્રવાહ. એક જ પ્રવાહની બે. બાજુ છે. આત્માથી વિષય સુધી અને વિષયથી આત્મા સુધી. આ બંને પ્રવાહના ઉપકરણ, તે આ ઈન્દ્રિયો છે. ઈન્દ્રિયોમાં પોતાના વિષયને જ ગ્રહણ કરવાની શક્તિ છે અને વિષયને ગ્રહણ કર્યા પછી જ્ઞાનની એક લિંક હોવાથી આત્માને તેનું જ્ઞાન થાય છે. ઈન્દ્રિયો દ્વારા વિષયનું ગ્રહણ થાય છે પણ હું જાણકાર છું એવું જ્ઞાન આત્મા કરે છે અને જીવાત્મામાં પાંચ પ્રવાહો એકત્ર