________________
જ્ઞાન વૃષ્ટિ ખુલવાથી પાંજરું પાંજરું હોવા છતાં તેનો દરવાજો ખુલી જાય છે. મંદિરનો દરવાજો બંધ હોય તો દેવદર્શન થતાં નથી તે જ રીતે દેહાધ્યાસ દેહમાં બિરાજમાન આત્મદેવના દર્શન થવા દેતો નથી અને અજ્ઞાન દેહાધ્યાસનો દરવાજો ખોલવા દેતું નથી. સાથે રહેવું અલગ ચીજ છે પરંતુ એકરૂપ થઈ પોતાને ભૂલી જવું તે વિમૂઢતા છે. વિમૂઢતાનો પરિહાર કરવો, તે આત્મદર્શન છે. - ઉપસંહાર : આ બંને ગાથાનો મુખ્ય વિષય ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનમાં જે સૂમ અંતર છે તે પણ આપણે વ્યકત કર્યું છે અને આ અંતરને બતાવવા માટે જ શાસ્ત્રકારે સ્વયં ગાથાને બેવડાવી છે. સૂક્ષ્મ અંતર, તે અધ્યયનનો વિષય છે. તે સામાન્ય બુદ્ધિ ગ્રાહ્ય નથી. જેનું બારીકાઈથી આપણે સ્પષ્ટીકરણ કર્યું છે. આત્મતત્ત્વની સ્થાપના કરવા માટે સિદ્ધિકાર સ્વયં પહેલા દેહને છૂટો પાડવા માંગે છે. આગળની ગાથાઓમાં શુદ્ધ આત્મદ્રવ્યની સ્થાપના કરીને તેના પ્રથમ ચરણમાં આ ભેદજ્ઞાન આવશ્યક હતું. જેમ કોઈ બહેન માખણમાંથી ઘી તૈયાર કર્યા પછી ઘી અને કીટુ અલગ કરે, ત્યાર પછી જ તે શુદ્ધ ઘીને વાસણમાં ભરી શકે છે અને શુદ્ધ ઘીનો પરિચય પણ થાય છે. કીટું અને ઘી બંનેનું જો જ્ઞાન જ ન હોય તો છૂટું પાડવું, તેને માટે દુર્લભ છે... અસ્તુ.
અહીં આ બંને ગાથા ભેદવિજ્ઞાનની સચોટ. ઘંટી બજાવીને મ્યાન અને તલવાર, બંને જુદા છે તેવી રીતે દેહ અને આત્મા, તે બંનેનું વૈત સ્પષ્ટ કરે છે. . જો કે અત્યારે આત્મતત્ત્વની સ્થાપના થઈ રહી છે, એટલે દેહભાવને ગૌણ કર્યો છે પરંતુ હકીકતમાં દેહ પણ પોતાના ઘણાં સ્વતંત્ર ગુણો ધરાવે છે, આત્મતત્ત્વને શુદ્ધ કરવા માટે દેહ એક સ્વયં ઉપકરણ છે. મન, ઈન્દ્રિય, ભાષા કે ચેષ્ટા ઈત્યાદિનો આધાર લઈને જ વકતા આત્મદ્રવ્યની સ્થાપના કરે છે. દેહ ભિન્ન હોવા છતાં તે અનુપકારી છે, તેમ ગણવાનું નથી. અહીં એટલું જ કથન છે કે દેહની જગ્યાએ દેહ છે અને આત્માની જગ્યાએ આત્મા છે. પાણીના વાસણમાં પાણીની જગ્યાએ પાણી છે અને વાસણની જગ્યાએ વાસણ છે પરંતુ તે ભૂલી ન શકાય કે પાણીનો આધાર વાસણ છે. કોઈ પણ આધાર વિના આધેય નિરાધાર છે. તે જ રીતે આત્મદ્રવ્યના દર્શન પણ દેહમાં રહીને જ થાય છે. દેહ તે આત્માનું નિવાસ મંદિર છે. દેવ અને મંદિર બંને ભિન્ન છે. તેમાં દેવની જેમ મંદિરનું પણ મૂલ્ય છે. એ જ રીતે આત્મા અને દેહ બંને ભિન્ન છે. એટલું જ આ ગાથામાં કથન છે. દેહ અવમાન્ય છે, અવગણ્ય છે અને અનાવશ્યક છે. તેમ સમજવાનું નથી. આટલો ઉપસંહાર કર્યા પછી આપણે ૫૧ મી ગાથામાં પ્રવેશ કરશું.
,