________________
દેહાધ્યાસનો વિચાર કરવો ઘટે છે.
દેહાધ્યાસ : દેહાધ્યાસ શું છે? અધ્યાસ શબ્દનો અર્થ સહવાસ જેવો થાય છે. પરંતુ દેહમાં રહેવા છતાં આત્મા તો સર્વથા વિભિન્ન છે તો અધ્યાસ કોને થાય છે ? બંને પદાર્થ સમ પર્યાય કરવા છતાં દ્રવ્યરૂપે સ્વતંત્ર છે. એટલે દ્રવ્યો અધ્યાસ પામતા નથી, કેવળ સાથે રહે છે. અધ્યાસનું પ્રતિબિંબ મનુષ્યના મનમાં પડે છે. જયારે આત્મજ્ઞાનની ચર્ચા થાય, જીવના પુણ્યોદયે આત્મા કે પરમાત્મા જેવો શબ્દ તેના કાન પર આવે અને સાંભળ્યા પછી વિચાર કરે, ત્યારે જ અધ્યાસનું પ્રતિબિંબ પડે છે. અનંત જીવો અજ્ઞાનદશામાં જ છે. તેને દેહ અને આત્મા ભિન્ન છે, તેવા ભેદજ્ઞાનનો અવસર સાંપડ્યો નથી. તે જીવો દેહાધ્યાસવાળા હોવા છતાં તેને કશું ભિન્ન જ્ઞાન થતું નથી, તે જીવોને ફકત અજ્ઞાનદશા જ બની રહે છે.
ઉપરની સ્થિતિથી આગળ વધેલા જીવો આત્મા વિષે વિચારે છે, ત્યારે આ દેહાધ્યાસથી જીવ સ્વતંત્ર નથી, દેહ જ આત્મા છે તેવો પ્રતિભાસ ઊભો થાય છે. આ અવસ્થામાં જીવ કેટલીક સૂક્ષ્મ અવસ્થાઓમાંથી પસાર થાય છે. યથા
(૧) દેહ છે અને દેહનું જ્ઞાન છે, પણ આત્માનું જ્ઞાન નથી.
(૨) દેહ પણ છે અને પોતાનું જ્ઞાન પણ છે. માણસ મરી જાય ત્યારે દેહ પડયો રહે છે પણ જીવન નથી, તો જેના આધારે જીવન હતું, તે જીવ શું છે ? તેવો પ્રશ્ન ઊઠે છે.
(૩) જીવિત અવસ્થામાં દેહ અને આત્મા તદ્રુપ બની ગયા છે, માટે બંને એક છે, તેવો આભાસ થાય છે પરંતુ અહીં પ્રશ્ન તો છે જ. જેને આભાસ થાય છે, તે સ્વયં સંશયશીલ છે. .
(૪) છેવટે દેહાધ્યાસથી લાગે છે કે આત્મા તે દેહ જ છે.
જીવ આવી બધી અવસ્થાઓમાંથી પાર થાય છે, ત્યારે તેના મન પર દેહ સંબંધી સંસ્કારો અંકિત થતાં હોવાથી દેહાધ્યાસ મજબૂત બની જાય છે. દેહાધ્યાસનો અર્થ સમજવા જેવો છે. દેહ અને આત્મા સાથે રહે છે તેટલો સીમિત અર્થ નથી પરંતુ દેહના સહવાસથી મન પર જે આસકિતના રજકણો અંકિત થાય છે અને મનમાં જે કાંઈ સુખ દુઃખની પ્રતિક્રિયા છે તે દેહના કારણે છે અને દેહને જ થાય છે. પોતે શરીર માત્ર છે, એવો ડ્રઢ સંસ્કાર દેહાધ્યાસથી ઊભો થાય છે. આ છે દેહાધ્યાસ. દેહાધ્યાસથી જ દેહની ક્રિયાઓ અને મનની ક્રિયાઓ સુમેળથી સાથે ચાલતી રહે છે. આવું ઘણા સમય સુધી ચાલતું રહેવાથી હું દેહ છું એવો એક ભારેખમ અધ્યાસ મનુષ્યના વિચારોને પકડી રાખે છે. અધ્યાસ શબ્દ પ્રત્યેક સમયની ક્રિયાશીલતાનો પણ વાચક છે.
જેમ અરીસામાં પ્રત્યેક પળે ભિન્ન ભિન્ન પ્રતિબિંબો પડતા હોય છે, તેમ મનમાં કે આત્મામાં દેહની ક્રિયાશીલતાના પ્રતિબિંબોની હારમાળા પ્રત્યેક પળે ચાલતી રહે છે. આ પ્રતિબિંબોની હારમાળાને પોતાની માનવી, તે એક પ્રકારનો સાક્ષાત્ દેહાધ્યાસ છે. દર્પણ પ્રતિબિંબથી ન્યારું છે પણ દર્પણની સામે જયારે ચકલી બેસે, ત્યારે તે પ્રતિબિંબને સાચું માની તેની સાથે લડાઈ કરે છે. દર્પણ ન્યારો છે અને પ્રતિબિંબ પણ ન્યારું છે, તેવા જ્ઞાનનો અભાવ હોવાથી
S
ASSISTS (૫૦)
SS