________________
મૂળમાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરી શકતા નથી, પોતાનું અસ્તિત્વ કાયમ રાખે છે પરંતુ તેના જાણકારને બંને એક છે, તેવો ભ્રમ થાય છે એટલે જ શાસ્ત્રકાર કહે છે કે “ભાસ્યો” એમ લાગ્યું. હકીકતમાં એમ છે નહીં પણ જાણનારને દોરીમાં સાપ જેવું લાગે છે, તેથી ભય પણ લાગે છે. જો કે આ ઉદાહરણ પણ એક અંશી ઉદાહરણ છે. ત્યાં દોરીમાં સાપનું અસ્તિત્વ નથી પણ પ્રતિભાસ થાય છે.
પદાર્થની હાજરી ન હોય તો પણ પ્રતિભાસ થાય અને પર્દાથની હાજરી હોવા છતાં પણ અન્યથાભાન થાય. અહીં દેહમાં આત્માની હાજરી છે છતાં તેને “ભાસ્યો” અર્થાત્ પ્રતિભાસ થાય છે કે દેહ જ છે અથવા દેહ તે જ આત્મા છે. અથવા આત્મા તે જ દેહ છે. બંને દ્રવ્યોની હાજરી હોવા છતાં એક સ્કૂલ દ્રવ્યનું અન્યથા ભાવે ગ્રહણ કરે છે, તેથી અહીં શાસ્ત્રકાર કહે છે કે “ભાસ્યો દેહાધ્યાસથી”, “ભાસ્યો” શબ્દ આ પદમાં મુખ્ય છે. અહીં ભાસ્યો” શબ્દ વિપરીત જ્ઞાનવાચી છે. અર્થાત્ દૃષ્ટાને વિપરીત સમજાયું છે. દેહમાં જ આત્મતત્ત્વની સ્થાપના કરે છે. દેહ તે આત્મા થઈ શકતો નથી, એ જ રીતે આત્મા તે દેહ થઈ શકતો નથી પરંતુ જ્ઞાતાને બંનેના સહવાસથી વિપરીત આભાસ થયો છે. આ પદમાં બંને દ્રવ્યો કરતાં પણ જે આ વિપરીત આભાસ થયો છે, તેની મુખ્યતા છે, તેથી શાસ્ત્રકાર “ભાસ્યો શબ્દથી જ કડીનો આરંભ કરે છે.
પ્રતિભાસ : દર્શનશાસ્ત્રમાં આવા પ્રતિભાસને ખ્યાતિ કહેવામાં આવે છે. હકીકતમાં ખ્યાતિ શું છે ? અથવા શું આવી વિપરીત ખ્યાતિ થઈ શકે કે કેમ ? તે બાબત વિરાટ ચર્ચા છે. પરસ્પર અનુકૂળ-પ્રતિકૂળ હજારો તર્ક આપવામાં આવ્યા છે. કેટલાક દર્શનો એમ કહે છે કે વિપરીત જ્ઞાનનો સંભવ જ નથી. જ્ઞાનની બે જ અવસ્થા છે, જ્ઞાન અને અજ્ઞાન. જયારે જૈનદર્શનમાં વિપરીત જ્ઞાનને માનવામાં આવ્યું છે. આ દાર્શનિક ચર્ચા આવશ્યક ન હોવાથી બહુ લંબાવી નથી. વિપરીત જ્ઞાન તે પદાર્થનો વિપરીત નિર્ણય કરે છે. જેનશાસ્ત્રકાર કહે છે કે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ કોઈ કારણોથી નિર્મળ ન હોય, તો આવા ક્ષયોપશમથી જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણત થાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તો વિપરીત થાય છે પરંતુ અવધિજ્ઞાન પણ વિપરીત રૂપે અર્થાત વિર્ભાગજ્ઞાન રૂપે થઈ શકે છે. આવા વિર્ભાગજ્ઞાનના આધારે કેટલાક ગુરુઓ કેટલીક વિચિત્ર સાધના કરે છે અને અવધિજ્ઞાન શુધ્ધ ન હોવાથી દૂર સુધી રહેલા પદાથોમાં પણ વિપર્યાસ પામે છે. અસ્તુ.
અહીં પણ શાસ્ત્રકાર “ભાસ્યો' કહીને એક વિપરીત ભાવનું ઉદ્ઘાટન કરે છે અર્થાત્ તે આત્માને દેહરૂપ માને છે, તે જ રીતે દેહને આત્મા માને છે. બે દ્રવ્યોના સંયોગમાં તાદાભ્ય હોવાથી એકનું જ ગ્રહણ કરે છે અને “એક જ છે એમ સ્વીકારે છે. જો કે અહીં આત્મતત્ત્વ જેવું સૂક્ષ્મતત્ત્વ સાધારણ વ્યકિતની નજરમાં આવતું નથી. જયારે દેહ, તે પ્રત્યક્ષ છે. ખરી રીતે અહીં વિપર્યાસ થયો નથી. દેહનું જ્ઞાન તો બરાબર છે પરંતુ દેહ સાક્ષાત્ જડ હોવા છતાં તેને આત્મસ્વરૂપ માની લેવો, તે જ્ઞાનની વિપરીત પર્યાય છે અને આવો પ્રતિભાસ થવામાં સિદ્ધિકાર સ્વયં દેહાધ્યાસને કારણ રૂપે માને છે. જો કે ગાથામાં સર્વપ્રથમ “ભાસ્યો’ શબ્દ મૂકયો છે અને ત્યાર પછી કહ્યું છે કે આ અવળું જ્ઞાન શા માટે થયું ? પ્રતિભાસ વિષે થોડું જાણ્યા પછી