________________
ગુરૂવાણી એક ભાષ્યા આત્મા એક શાશ્વત દ્રવ્ય છે, તેમાં જે જે પરિવર્તન થાય છે, તે તે સંસાર છે. આ ક્રમ અનાદિ અનંત છે.
આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવો એ સમ્યકત્વનું દર્શન છે. બુધ્ધજનો અને વિચારકોએ આ વિષય ઉપર ઘણું ચિંતન કરેલ છે.
આત્મસિદ્ધિ નામનું આ કાવ્ય પણ ચિંતન શીલ વ્યકિતનો અભિપ્રાય છે.
આત્મા પર શ્રદ્ધા રાખનારા ભારતીય ચિંતકોએ મુકિતમાર્ગનો નિર્દેશ કર્યો છે, તે ઘણાં ઘણાં માણસો માટે પ્રભુ સાધનાનું એક અનોખું સાધન બની ગયું છે.
| વિશ્વના કરોડો અજ્ઞાનીઓ આ આત્મશ્રદ્ધા અને મુકિતની સિદ્ધિનું સાધન મેળવી કલ્યાણ કરી જશે.
ને તેના પર વિવેચના પૂર્વકનું ભાષ્ય એ એક ભૂખ્યાને ભોજન અને મરતાનું અમૃત બની જશે. શ્રીમદ્ જૈન આગમોના અભ્યાસી હતા. તેણે આત્મતત્ત્વનું સંશોધન કરી જન ઉપયોગી ભાષામાં પ્રગટ કરેલું છે.
શ્રીમદ્ જૈન આગમોના અભ્યાસી હતા, તેણે આત્મતત્ત્વનું સંશોધન કરી જન ઉપયોગી ભાષામાં જે પ્રગટ કરેલું છે. તેના પર પરમ દાર્શનિક આપણાં ગુરૂદેવ ગોંડલ ગચ્છ શિરોમણી પૂજયશ્રી જયંતીલાલજી મ. સાહેબે સરલ સહજ વિચારોમાં આ એક મહાભાષ્ય જેવા ગ્રન્થની જે રચના કરેલી છે, તે સર્વે સ્વાધ્યાયી સાધકો માટે ગુરૂવાણી સ્વરૂપે ઉપકારી બની રહેશે.
અમારા ગુરૂદેવના ચરણોમાં અગણિત વંદન સાથે પ્રકાશક પરિવાર વગેરે સૌને અભિનંદન અને સ્વાધ્યાયીજનોને ધન્યવાદ.
લી. ગિરીશમુનિ