________________
આવશ્યકતા લાગતી નથી.
" આ જ રીતે શંકાકાર પ્રાણ” નું પણ ઉચ્ચારણ કરે છે. પ્રાણ વિષે ઘણાં ગ્રંથોમાં ઘણો ઉલ્લેખ મળે છે. પ્રાણ ઉપરથી પ્રાણાયામ શાસ્ત્રની રચના થઈ છે. જૈનદર્શનમાં પણ દશ પ્રાણ સ્વીકારવામાં આવ્યા છે. પ્રાણ એ જીવનનું બહુમૂલ્ય અંગ છે. પરંતુ દુઃખની વાત એ છે કે પ્રાણ એ શું છે એ કોઈએ સ્પષ્ટ કર્યું નથી પૌદ્ગલિક જગતમાં પ્રાણનું સ્થાન કયાં છે, તે કોઈએ નિશ્ચિત કર્યું નથી. શાસ્ત્રકારો પ્રાણના કાર્યને જાણે છે પણ પ્રાણને જાણતા નથી. પ્રાણ તે પ્રત્યક્ષ શકિત છે, જીવ માત્ર તેનો અનુભવ કરે છે પરંતુ પ્રાણ શું છે? તેનું રહસ્ય કોઈ જાણતું નથી. આ પ્રાણની મહત્તાને જોઈને શંકાકારે અહીં પ્રાણને જ આત્મા હોવાની વાત કહી છે. સુદૃષ્ટિથી જોઈએ તો પ્રાણ અને આત્મા સમકક્ષ છે. વ્યવહારમાં તો જીવને પ્રાણ કહેવામાં આવે છે અને જીવિત વ્યક્તિને પ્રાણી કહેવામાં આવે છે. આથી શંકાકાર પ્રાંણના ચમત્કારથી જાણીતો છે, તેથી તે આત્માની જગ્યાએ પ્રાણને મૂકવા માંગે છે. અહીં પ્રાણ શું છે તે વિષે કહેવાનું થોડું સાહસ કર્યું છે પરંતુ તે બાબત કોઈ પ્રમાણ આપી શકાય તેમ નથી. જેમ પાણી અને તેલ બંને પ્રવાહી હોવા છતાં તેલમાં જે શકિત છે તે પાણીમાં નથી. એ જ રીતે પુગલના અમુક સ્કંધો જે ખાસ રચના પામ્યા છે, જેમ પૃથ્વીના ઉદરમાં માટીમાંથી સોનાની રચના થાય છે તેમ આ પૌગલિક સ્કંધોમાંથી કોઈ વિશેષ પ્રકારના અવ્યકત સૂક્ષ્મ સ્કંધો નિર્માણ પામ્યા છે. જેમ અગ્નિમાં એક વિશેષ શકિત છે અગ્નિના સ્કંધો દહનશકિતથી ભરેલા છે, તેમ આ સ્કંધો પણ જીવન શકિતથી ભરેલા છે. આગળ આપણે કહી ગયા છીએ કે પ્રકૃતિ જગતના કરેલા સુમેળ પરસ્પર આશ્ચર્યજનક કામ કરતાં હોય છે. જેમ પદાર્થમાં રૂપ છે, તો મનુષ્યને આંખ મળી, પદાર્થમાં શબ્દ છે તો કાન મળ્યા, આ રીતે પરસ્પર ઈન્દ્રિય અને ઈન્દ્રિયના વિષયોનો એક અદ્ભુત સુમેળ હોય છે. આ અદ્ભુત સુમેળ કોઈએ નિર્માણ કર્યો નથી પરંતુ પ્રકૃતિ જગતનું સ્વતઃ નિર્માણ છે. તે જ રીતે દેહ અને પ્રાણ, એ બંનેનો અભૂત સુમેળ છે. પ્રાણ એ પ્રાકૃતિક ગુપ્ત શકિત છે. જૈનશાસ્ત્રોમાં પ્રશ્ન છે કે શ્વાસ એ સચેત વાયુ છે કે અચેત ? સામાન્ય રીતે સમગ્ર વાયુકાય સચેત છે. જો શ્વાસને વાયુકાયનો પ્રકાર માનવામાં આવે તો સચેત કહી શકાય પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતા એવું લાગે છે કે શ્વાસોશ્વાસ તે અત્યંત શકિતધારી સૂક્ષ્મ પરમાણુઓનો પ્રવાહ છે. જગતમાં વિવિધ પ્રકારના પરમાણુઓના સમૂહ રૂપ વર્ગણા છે, તેમાં શ્વાસ પણ એક અચેત વર્ગણા છે અને શ્વાસ અચેત હોય તો ઉચ્છવાસ પણ અચેત જ હોય. આ સૂમ પરમાણુની વર્ગણા એટલી બધી શકિતશાળી છે કે લાખો નાડી તંત્રવાળા આ શરીરને જીવિત રાખે છે, સંચાલિત પણ કરે છે. તેના પલવારના અભાવમાં જીવ મૃત્યુ પામે છે. પ્રાણ એ ગ્વાસનો એક અનેરો સૂક્ષ્મ ગુપ્ત ભાગ છે. જૈનશાસ્ત્રોમાં દશ પ્રાણ કહ્યા છે. પ્રાણ તે રકતને પ્રભાવિત કરે છે, મસ્તિષ્કને વિચારશીલ રાખે છે, વાણીને પણ ક્રિયાશીલ બનાવે છે. બાકીની બધી સ્થૂલ ક્રિયાઓ પ્રાણના આધારે છે.... અસ્તુ.
એટલે શંકાકાર આ મહાશકિત રૂપ પ્રાણને આત્મા માની લેવા માટે લલચાય છે, બધો ક્રિયાકલાપ પ્રાણથી થાય છે તો આત્માને માનવાની શી જરૂર છે? એટલે જ કવિરાજે કહ્યું છે કે “અથવા ઈન્દ્રિય પ્રાણ' પ્રથમ ઈન્દ્રિયનું સ્થાન મૂકયું છે પરંતુ ઈન્દ્રિય અને મન એટલા સશકત
NSSSSSS (૩૭) ..