________________
શંકામાં આત્માની સ્થાપનામાં કદાચ દેહ ન ચાલે, તો ઈન્દ્રિય અને પ્રાણની સ્થાપના કરી શકાકાર પોતાની શંકાને વધુ મજબુત કરે છે. આ પાંચમી શંકાના બે વિભાગ છે.
પ્રાણ અને ઈન્દ્રિયો : બન્નેને એક સાથે ન રાખો, તો શાસ્ત્રકાર અલગ અલગ વિધાન કરી ગયા હોય તેમ કહી શકાય અર્થાત દેહ જ આત્મા, પ્રાણ તે જ આત્મા, અથવા ઈન્દ્રિય તે જ આત્મા. ઈન્દ્રિય અને પ્રાણોને એક સાથે ન મૂકતાં વિભકતરૂપે મૂકીને આ શંકાનું ઉચ્ચારણ કરી શકાય છે. મૂળ ગાથામાં પ્રાણ અને ઈન્દ્રિય બંનેને એક પદમાં રાખ્યા છે. તે કાવ્યના સંક્ષેપના આધારે છે.
અહીં દેહને પડતો મૂકી પ્રાણ અને ઈન્દ્રિયોને પુનઃ આત્મા કહેવાનું શું પ્રયોજન છે ? શંકાકાર સ્વયં દેહને આત્મા માનવા તૈયાર નથી કારણ કે દેહ અત્યંત જડતત્ત્વ છે, તેથી શંકાકાર દેહને મૂકી પ્રાણ અને ઈન્દ્રિયોને આત્મારૂપે સમજવા કોશિષ કરે છે.
પ્રાણ અને ઈન્દ્રિય શું છે તેનો પ્રથમ વિચાર કરીએ? કદાચ ઈન્દ્રિય અને પ્રાણને આત્મા ન માનીએ તો પણ આ બંને ઉપકરણ અત્યંત સૂક્ષ્મ અને સમજવા જેવા છે. અહીં ખ્યાલ રાખવો ઘટે એમ છે કે ઈન્દ્રિય શબ્દથી ફકત પાંચ ઈન્દ્રિય જ નહીં પરંતુ ઈન્દ્રિય સાથે છઠું મન પણ સમાવિષ્ટ થાય છે. અહીં મનને અધ્યાહાર રાખવામાં આવ્યું છે પરંતુ ઈન્દ્રિય શબ્દમાં મનનું ગ્રહણ થઈ જાય છે. સ્વતંત્ર રીતે ઈન્દ્રિય અને મન એ પણ સૂક્ષ્મ શકિતઓ છે અને તે સમજવા જેવી છે, એ જ રીતે પ્રાણ પણ એક ઈશ્વરની કોઈ એક મહાશકિત છે. જેના આધારે સમગ્ર જીવરાશિ જીવન ધારણ કરે છે.
૧) મનોયોગ : પાંચે ઈન્દ્રિયની લગામ મનના હાથમાં છે. જેમ ટેલિફોનનું એકસચેન્જ સેન્ટર હોય તેમ પાંચે ઈન્દ્રિયોનું મિલન કેન્દ્ર, તે મન છે. જે રૂપને જાણે છે, જે શબ્દ સાંભળે છે. તે રૂપદ્રષ્ટા અને શ્રોતા બંને એક વ્યકિત છે અથવા અનુભવ કર્તા એક છે આ એકત્ત્વનું ભાન કરાવનાર તે મન છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં છ પર્યાપ્તિમાં મનનું સ્થાન સૌથી ઊંચું છે. પ્રબળ પુણ્યનો યોગ હોય અને જીવે વધારે અશુભ નામકર્મ ન બાંધ્યું હોય, ત્યારે તેને વિવેકયુકત મનની પ્રાપ્તિ થાય છે અને આ અશુભ યોગ ન બાંધવામાં તે જીવની ઘણાં જન્મની તપશ્ચર્યા હોય છે. તારા તમને મન | તપસ્યાના પ્રભાવે જ જીવને મનોયોગ મળે છે. વાણી અને કાયાનો અશુભ ઉપયોગ ન કર્યો હોય અને મર્યાદિત સંયમમાં રાખી કામમાં લીધું હોય, ત્યારે જીવાત્માને બોધવાચક મન મળે છે. મન તે જેવી તેવી શકિત નથી પરંતુ જીવનું સમગ્ર તંત્ર મન સાથે જોડાયેલું છે. ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે “મન પર્વ મનુષ્યનાં વાર બંધ મોક્ષયો ”
બંધન કહો કે મુકિત કહો, બંનેનું કારણ મન છે. જે કાંઈ સ્મૃતિ છે, તે મનમાં સ્થાપિત થયેલા સંસ્કાર છે. જો મન સ્થિર ન હોય, તો સ્મૃતિ પણ લુપ્ત થઈ જાય છે. આ રીતે જ્ઞાનનો આધાર પણ મન છે. મતિજ્ઞાનની ગણનામાં પણ મનજનિત મતિજ્ઞાન લેવામાં આવ્યું છે. અસ્તુ. | મન એક પ્રકારે આત્માનું કામ કરે છે તેવું શંકાકારને જણાતાં તે એમ બોલી ઊઠી છે કે
અથવા ઈન્દ્રિય પ્રાણ” અર્થાત મનરૂપી ઈન્દ્રિય તેને જ આત્મા કહો. આથી વિશેષ આત્મતત્ત્વની Albubahution\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\N (3) Lil\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\