________________
કહી જે શિષ્યની શંકા ઉત્પન કરી છે. ત્યાં વ્યાવહારિક બધી દૃષ્ટિ હોવા છતાં તત્તવૃષ્ટિનો અભાવ સૂચવે છે. જીવને ભોગવૃષ્ટિ કે ભૌતિક વૃષ્ટિ હોય, તો તેના આધારભૂત તે બધા દ્રવ્યોને અને પદ તત્ત્વવૃષ્ટિ ન હોય તો, જીવ અથવા જીવ જેવા બીજા સૂક્ષ્મ દ્રવ્યોને જોવાની તેને જરૂર પડતી નથી અને જ્યારે જીવની વાત સાંભળે છે, ત્યારે કહે છે કે ભાઈ ! જીવ કાંઈ દ્રષ્ટિમાં આવતો નથી તો તેને શા માટે માનવો? અહીં જીવના અસ્તિત્વ કરતાં તેની દ્રષ્ટિની અપૂર્ણતા પ્રગટ થઈ છે. દ્રષ્ટિ અપૂર્ણ હોય તો તે સમગ્ર વિષયને ક્યાંથી સ્વીકારી શકે ? શું લોઢાની સાણસી મોતી પકડવાની સમાણી જેવું કામ કરી શકે? જીવની સામાન્ય દૃષ્ટિ તે સ્કૂલ સાણસી જેવી છે, જ્યારે તત્ત્વવૃષ્ટિ તે સમાણી જેવી છે. સ્થૂલ દ્રષ્ટિવાળો કહે છે કે “નથી દ્રષ્ટિમાં આવતો જેમ ઘુવડ કહે છે કે સૂરજ નજરે નથી દેખાતો પરંતુ ઘુવડને સૂર્યને જોઈ શકાય તેવી વૃષ્ટિ જ ક્યાં મળી છે ? અસ્તુ... આપણે અહીં સમગ્ર ગાથાનું વિવેચન કર્યા પછી શંકા કરનારના અનુભવને, રૂપની ઓળ ખાણને કે તેની દ્રષ્ટિને બધી રીતે અપૂર્ણ સાબિત કરી છે અને તે અયોગ્ય સાધનથી જીવને જાણી શકાતો નથી. તેથી બોલી ઉઠયો છે અને સરવાળે કહે છે કે “તેથી ન જીવ સ્વરૂપ” તેનો દાખલો ખોટો છે એટલે સરવાળો ખોટો જ આવે ને ! ગણિત ખોટું છે ત્યાં પરિણામ સારું ક્યાંથી મળે? શંકા કરનાર શિષ્ય તે આધારહીન સાધનોના આધારે જીવ નથી તેમ કહીને હજુ પોતાની શંકાને મજબૂત કરવા માંગે છે.
(૪) “અથવા દેહ જ આત્મા” આ શંકામાં પ્રત્યક્ષદર્શી જીવ દેહને જ જુએ છે. અને દેહની શક્તિને જ જાણે છે. બધા કર્તવ્ય અને ક્રિયાકલાપ દેહથી થાય છે. દેહ સ્થૂલ ક્રિયા કરી શકે છે તેમજ સૂમ ક્રિયા પણ કરી શકે છે. દેહ તે એક અસાધારણ યંત્ર છે. તેની વિશેષતા અપાર છે. તેના વિષે ઘણા ગ્રંથો રચાયા છે. સમગ્ર આયુર્વેદિકશાસ્ત્ર શરીરના મહિમા સાથે જોડાયેલું છે. શરીરમાં અલૌકિક ચમત્કારિક ક્રિયાઓ થાય છે. આ બધુ હોવાથી પ્રત્યક્ષ શરીરને છોડી બીજા કોઈ આત્મતત્ત્વને માનવાની આવશ્યકતા લાગતી નથી. આત્મવાદી કે અધ્યાત્મવાદીઓ આત્મામાં જે ગુણોની સ્થાપના કરે છે તે બધા ગુણો શરીરમાં પણ સ્થાપી શકાય છે. શરીર પોતે જીવંત છે, એટલે તેને જડ પણ કહી શકાય તેમ નથી, તો આવા અલૌકિક દેહને નકારીને આત્માનો સ્વીકાર કરવાની શી જરૂર છે ? પ્રથમની ત્રણ શંકા પછી અહીં ફરીથી “અથવા” કહીને શંકાનું ઉત્થાપન કર્યું છે અર્થાત ફરીથી શંકાને બેવડાવી છે ‘અથવા દેહ જ આત્મા છે' એમ કહી ધો ને ! પછી બીજી શંકા કરવાની શું જરૂર છે? અહીં દેહ ઉપર પૂરું વજન મૂકવામાં આવ્યું છે.
અનંતાઅનંત સૂક્ષ્મ પરમાણુઓના પિંડભૂત એવો આ દેહ છે અને એક એક પરમાણુ અનંત શક્તિના ધારક છે. ખરું પૂછો તો સમગ્ર વિશ્વની કાયા એ દેહ છે. ચાહે એકેન્દ્રિયના દેહ હોય કે બીજા જંગમજીવો હોય, આ બધા દેહો દ્વારા જ સ્થૂલ જગતની રચના થઈ છે. દેહની રચના સૂક્ષ્મ પરમાણુ અને તેના સ્કંધોથી થઈ શકે છે આત્મા જેમ શાશ્વત અને નિત્ય છે. તેમ આ પરમાણુ અને પુદ્ગલો શાશ્વત અને નિત્ય છે, તેમાં રૂપાંતર થાય છે પરંતુ નાશ થતો નથી. સંપૂર્ણ પ્રક્રિયા દેહ દ્વારા સંપન્ન થતી હોવાથી દેહને આત્મા કહી સામાન્ય મનુષ્ય તેનાથી આગળ વધવાની જરૂર સમજતો નથી બલ્ક એમ કહે છે કે આત્મા એક કલ્પના માત્ર લાગે છે. તેના અસ્તિત્વનો
LLLLLLLLLLS (૩૪) .......