________________
SSSSSSSSSSSSSSSSSSSSSSSS
છે. અનુભવ થવો એટલે શું ? દર્શનશાસ્ત્રમાં અનુભવને પ્રત્યક્ષજ્ઞાન ગણવામાં આવે છે. અનુમાનના આધારે જે કાંઈ અનુભવ થાય, તે પરોક્ષ અનુભવ થાય છે. પ્રત્યક્ષ અનુભવ એ પદાર્થની વર્તમાનકાલીન અવસ્થાને અનુભવે છે. પદાર્થની આગળ-પાછળની અવસ્થાઓ પ્રત્યક્ષ થઈ શકતી નથી. તેને જે કાંઈ અનુભવ થાય છે, તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનના આધારે મન અને ઈન્દ્રિયની સહાયતા વડે પદાર્થના સંયોગ અનુભવાય છે. એક પ્રકારે કહો તો આ સામાન્ય અનુભવ સંયોગાત્મક હોય છે, તે સંયોગને જ જાણે છે. જેનો સંયોગ નથી તેનો તેને અનુભવ નથી અને આવી વ્યકિતની અનુમાનશકિત પણ જાગૃત નથી. તેવા જીવાત્મા આવા સૂક્ષ્મ ભાવને કયાંથી અનુભવી શકે? આત્માના અનુભવ માટે સૂક્ષ્મ પ્રજ્ઞા જરૂરી છે. તે જીવોમાં સૂક્ષ્મ પ્રજ્ઞાનો અભાવ છે સામાન્ય જીવોને પ્રત્યક્ષ અનુભવ તો સ્થૂલ પદાર્થોનો જ થાય છે. એટલે જ આ શિષ્ય અહીં કહે છે કે “અનુભવમાં આવતો નથી. એ જ રીતે આત્મા અરૂપી છે. અરૂપીનું રૂપ નિરાળું છે. જેને પદાર્થનું સ્વરૂપ કહેવામાં આવે છે. અહીં શિષ્ય જે રૂપનો નકાર કરે છે. તે સ્થૂલ રૂપના જ્ઞાનના આધારે કરે છે. અર્થાત્ તે રૂપી પદાર્થના રૂપને સમજે છે અને તેની તુલનામાં અરૂપી પદાર્થનાં રૂપને કયાંથી જાણી શકે? એટલે રૂપી પદાર્થના રૂપ સિવાય બીજું કશું તેને દેખાતું નથી તેમજ અનુભવમાં આવતું નથી.
દૃષ્ટિ શું છે ? અનુભવ અને રૂપ ન જણાય તો વૃષ્ટિમાં ન આવે, તે સહજ છે. વૃષ્ટિ શું છે? અથવા કઈ દૃષ્ટિ ? ગાથામાં શિષ્ય જે પ્રશ્ન પૂછે છે કે “નથી તૃષ્ટિમાં આવતો ?” તો આ કઈ દ્રષ્ટિ છે ? શું ફક્ત આંખની જ વૃષ્ટિ લેવાની છે કે શું આ સિવાય કોઈ બીજી વૃષ્ટિ છે ? ખરુ પૂછો તો દ્રષ્ટિ એ જીવનનું એક બહુ મોટુ અંગ છે. વૃષ્ટિના ઘણા પર્યાય જોવામાં આવે છે. ચક્ષુવૃષ્ટિ, ક્ષેત્રવૃષ્ટિ, તત્ત્વવૃષ્ટિ, અર્થવૃષ્ટિ, પરમાર્થદૃષ્ટિ, લોભવૃષ્ટિ અર્થાત્ વૃષ્ટિ, તે સદ્ગણ અને અવગુણ બને સાથે જોડાય છે. મતલબ એ થયો કે દૃષ્ટિ કેવળ ચક્ષુવૃષ્ટિ પૂરતી મર્યાદિત નથી. વૃષ્ટિ તે દર્શનનું પ્રથમ અંગ છે. જીવ માત્રને પોતાની એક દૃષ્ટિ હોય છે અને તે દ્રુષ્ટિના આધારે તેનો સમગ્ર ક્રિયાકલાપ જોડાય છે. જેમ ગાડીમાં લાઈટ છે, તેમ જીવનમાં વૃષ્ટિ છે. લક્ષ્મી ઈત્યાદિ ભૌતિક સાધનો કે સાધનોનો ત્યાગ અને વૈરાગ્યના અનુષ્ઠાનો વગેરે પણ કોઈ એક દ્રષ્ટિ સાથે સંકળાયેલા છે. ધનને નીરખવાની અનુકૂળ દૃષ્ટિ હોય, તો પૈસાથી ઘણાં સત્કાર્યો કે શુભકાર્યો કરી શકે છે પરંતુ કેવળ જો જીવની ભોગવ્રુષ્ટિ હોય, તો તે લક્ષ્મીથી ઘણો અનર્થ પણ કરી શકે છે અને લૌકિક દ્રષ્ટિ સાથે જોડાયેલા હોય, તો તેના ત્યાગનું સમગ્ર વિજ્ઞાન ભૌતિક બની જાય છે. અને તેનું આખું મિશન સાધનાની જગ્યાએ એક નવું જ રૂપ ધારણ કરે છે ત્યાં વૃષ્ટિનો સુમેળ નથી.
દ્રષ્ટિ એ જીવનનો પાયો છે. મનુષ્યમાં સામાન્ય ઈચ્છા–તૃષ્ણા કે બીજા કેટલાક વાસનાઓના સંસ્કારો જોડાયેલા હોય છે પરંતુ જો વૃષ્ટિ બદલાય તો ધીરે—ધીરે એ બધા ઉપર કાબૂ પામે છે. જ્યારે તેનાથી વિપરીત ઘણાં ઊંચા સંયોગોમાં મૂકાયેલો જીવ પણ જો તેની દ્રષ્ટિ નિમ્નગામી થાય, તો અંતે તે પતનને પ્રાપ્ત થાય છે. અસ્તુ. અહીં આપણે દૃષ્ટિની આટલી સમાલોચના કર્યા પછી સિદ્ધિકારે “નથી દ્રષ્ટિમાં આવતો”
LLLLLLLLS (૩૩) ....