________________
માનસિક સુખભોગ છે, જેમાં પદાર્થનું અવલંબન હોય છે, બાહ્ય પદાર્થોના અવલંબન પછી પરિગ્રહભાવ ઉત્પન્ન થવાથી અને તેનો ઉપભોગ કરવાથી જીવ ક્ષણિક આનંદનો અનુભવ કરે છે. ત્યાં વિષય અને વિષયી અલગ અલગ છે. વિષયી એવો આત્મા બાહ્ય પદાર્થોને વિષયરૂપે ભોગવે છે. જ્યારે બીજા પ્રકારનો સુખભોગ છે તેમાં કોઈ બાહ્ય અવલંબન નથી. આત્મા સ્વયં આત્માનું અવલંબન કરે છે. માત્મજ્જૈવ માત્મના તુષ્ટ | અર્થાત્ આત્મા આત્મામાં જ આત્માથી સંતોષ મેળવે છે. અહીં વિષયી સ્વયં છે અને વિષય પણ સ્વયં છે. આને જ અધ્યાત્મ સાધકો નિજાનંદ કહે છે. દરેક અધ્યાત્મગ્રંથોમાં નિજાનંદ મુખ્ય છે. અહીં આપણા સિદ્ધિકારે પણ “નિજ' શબ્દનો પ્રયોગ કર્યો છે અને જીવ નિજના અવલંબનથી આ બીજા પ્રકારનો સુખભોગ કરે છે. આ અવસ્થા તે એક પ્રકારે સિદ્ધપદની અવસ્થા છે, માટે ગાથામાં લખ્યું છે કે “સિદ્ધ મોક્ષ શાશ્વત પદ' અર્થાતું. સિદ્ધ આત્માઓનું જે શાસ્વત પદ છે, સ્થાન છે, સિધ્ધ આત્માઓ જે કેન્દ્રમાં સ્થિર થયા છે, આ કેન્દ્રને સિધ્ધપદ કહેવાય છે અને આ કેન્દ્રમાં ગયા પછી નિજાનંદરૂપ ઉચ્ચકોટિના સ્વભાવનો સુખભોગ થાય છે. હકીકતમાં તો આ સુખાતીત અવસ્થા છે પરંતુ પ્રાણી સુખોનો અભિલાષી છે, તેથી શાસ્ત્રકારોએ સિદ્ધ અવસ્થામાં પણ સુખભોગનો ઉલ્લેખ કરીને સુખભોગીને આ પરમ સુખ તરફ વાળ્યા છે.
આ ગાથામાં ‘જીવની કર્મથી મુક્તિ થાય છે.', તે આત્મસિદ્ધિના પાંચમા પદનું વિરામ સ્થાન છે. અથવા પાંચમા પ્રશ્નનો પ્રત્યુત્તર છે. ગાથામાં કહેવામાં આવ્યું છે કે કર્મમુક્તિ વ્યર્થ નથી. કર્મમુક્તિ શૂન્ય નથી. કર્મમુક્તિ તે એક એવું સ્થાન છે કે જ્યાં કર્મ નથી પણ આત્મા છે. તેથી આ મુક્તિ કેવળ અભાવાત્મક નથી પરંતુ ભાવાત્મક વિજયતત્ત્વ છે અને મુક્તિમાં આત્માની ઉપસ્થિતિ છે, તેનું નિર્મળ પરિણમન છે. આ નિર્મળ પરિણમન તે નિજાનંદ સુખરૂપે પરિણમન પામે છે. મુક્તિનો અર્થ શૂન્ય નથી, તે વાત પર પણ સિદ્ધિકારે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. મોક્ષ તે કેવળ ખાલી ડબ્બો કે ખાલી પેટી નથી પરંતુ મોક્ષરૂપી પેટીમાં આત્મારૂપી ઝવેરાત રાખેલું છે.
પેટી તે કર્મનું આવરણ છે. તે હટી જવાથી ઝવેરાત મુક્ત થઈ જાય છે. પોતાના સ્વરૂપે પ્રકાશી ઊઠે છે, માટે શાસ્ત્રકારોએ અહીં આ પાંચમા પ્રશ્નના સમાધાનમાં કર્મમુક્તિ થઈ શકે છે. એટલું જ કહીને સંતોષ માન્યો નથી પરંતુ કર્મમુક્તિ થયા પછીની શુધ્ધ અવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેમાં સુખભોગ શબ્દ મૂક્યો છે અને જીવ સંસારમાં આવા સુખભોગ માનસિક ઉપકરણો દ્વારા અનુભવે છે. જ્યારે અહીં આ ઉપકરણની બે પ્રકારની સ્થિતિ છે.
મોહાત્મક કર્મોથી મુક્ત થયા પછી આયુષ્ય બળ હોય, ત્યાં સુધી દેહાદિક ઉપકરણો હાજર છે પરંતુ હવે આ ઉપકરણો દ્વારા જીવ વિષયભોગનો અધિકારી રહેતો નથી. આત્મતત્ત્વનો સ્પષ્ટ પ્રતિભાસ થવાથી ઉપકરણ વિના જ પોતાના સ્વરૂપથી આનંદ અનુભવે છે. તેને સાધકો સ્વરૂપરમણતા કહે છે. ઉપકરણની ઉપસ્થિતિમાં પણ કર્મમુક્તિ થઈ શકે છે. આ મુક્તિ સંપૂર્ણ મુક્તિ નથી. આત્મા ઉપર જેનો પ્રભાવ નથી એવા બાહ્ય અઘાતિ કર્મોની સ્થિતિ હજુ પાકી નથી એટલે અઘાતિ કર્મો ટકી રહ્યા છે અને આયુષ્યબળ શેષ થતાં સંપૂર્ણ કર્મમુક્તિ થાય છે. આ વિવરણથી સમજાય છે કે (૧) એક દેહાદિની હાજરી સહિતની મુક્તિ અને (૨) બીજી સર્વથા
SSSSSSSSSSSSSSM૩૭૭) SS
૧
SSSSSSSSSSSSS
SS