________________
અથવા સમ્યગ્દર્શનની ભૂમિકામાં જીવે કર્મ અને કર્મચેતનાનો બંનેનો જ્ઞાનદષ્ટિએ પરિહાર કરી દીધો છે. હવે તે માને છે કે મારા માટે અશુભ તો ત્યાજ્ય છે જ પણ શુભનું અવલંબન લેવાની પણ જરૂર નથી કારણકે શુભ પણ એક પ્રકારની કર્મ પરિણતિ છે. આમ ઘણાં શુભ કાર્યો કરવા છતાં જ્ઞાનવૃષ્ટિએ તે શુભભાવાથી નિરાળો થયો છે. ફક્ત શુભભાવોથી જ નહીં પણ સમગ્ર કર્મના પ્રભાવથી જ્ઞાનદષ્ટિએ મુક્ત થયો છે. આ છે જ્ઞાનાત્મક આત્યંતિક કર્મનો વિયોગ. આ ચારિત્રરૂપ વિયોગનું બીજ છે. હવે સમય અને સંયોગનો પરિપાક થતાં આ બીજ મુક્તિરૂપી લતાને પલ્લવિત કરે છે અને બીજી ભૂમિકાના પરિણામરૂપ આત્યંતિક વિયોગ ઉત્પન્ન થતાં મોક્ષરૂપી ફળનો આસ્વાદ કરી શકે છે. સાધકોએ આ ગાથાના આ આત્યંતિક વિયોગની બંને ભૂમિકાઓને સાચી રીતે સમજી લેવાની છે. (૧) જ્ઞાનાત્મક પક્ષ ૨) ચારિત્રાત્મક પક્ષ.
આ કડવી દવા ખાવાથી મારો રોગ મટી જશે, તેવો સ્પષ્ટ અને સમ્યગ્ બોધ, તે રોગ મટાડવાની પ્રથમ ભૂમિકા છે. ત્યાર પછી તે દવાનું સેવન કરવું અને તેના પરિણામે રોગમુક્ત થવું, તે તેના પરિણામરૂપ ભૂમિકા છે. પ્રથમ ભૂમિકા સચોટ અને નિર્ણયાત્મક હોય, શ્રદ્ધા નિશ્ચયાત્મક હોય, તો બીજી ભૂમિકા સ્વતઃ સમયનું અવલંબન લઈ પ્રગટ થાય છે.
એક ખુલાસો : કેટલાક દર્શનો અને ભક્તિમાર્ગીઓ એમ માને છે કે સમજવાની જરૂર નથી. ગોળ મીઠો છે એમ ન જાણ્યું હોય, તો પણ ખાવાથી ગળ્યો જ લાગવાનો છે, તેમ તત્ત્વની વાતને જાણ્યા વિના પણ તત્ત્વની સ્પર્શના થાય, તો સ્વતઃ પરિણામ સારું આવે છે. આ મતમાં જ્ઞાનનું મહત્ત્વ નથી પરંતુ સાધનાનું મહત્ત્વ છે. આવા ઘણા ભક્તિમાર્ગો ઘણી વખત અંધશ્રદ્ધાને જન્મ આપે છે. જો કે આંધળી શ્રધ્ધા કેટલેક અંશે સારી છે પરંતુ તે આદરણીય તો નથી જ ‘વિષાર વિહીના આવારા ન સમ્યક્ મવન્તિ ।' જ્ઞાન વગરનું આચરણ તે આચરણના મહત્ત્વને શૂન્ય કરી નાંખે છે. આચરણમાં જે સારભૂત તત્ત્વ છે, તે ફક્ત ક્રિયા નથી, ક્રિયા પછી ક્રિયાનું જે સાક્ષાત્ ફળ છે, તે જ આચરણનું મહત્ત્વ છે. માટે ઉપરના મતો પણ જે કાંઈ સ્થાપના કરે છે તે જ્ઞાનને આધારે જ કરે છે... અસ્તુ.
અહીં આપણે એટલું જ કહેવાનું છે કે જૈનદર્શન કે તીર્થંકરોએ સ્થાપિત કરેલો મોક્ષમાર્ગ એ કોઈપણ પ્રકારની અજ્ઞાન અવસ્થાને આવકાર્ય માનતો નથી અને જે કોઈ જ્ઞાનશૂન્ય મુક્તિના ભાવ માણે, તો પણ જ્ઞાનનું પીઠબળ ન હોવાથી તે ભાવો ક્ષણિક છે. મંદિરમાં નાચનારાઓ મંદિરમાં હોય, ત્યાં સુધી કદાચ શાંતિનો અનુભવ કરે, પણ તે શાંતિ ત્યાં અટકી જાય છે. જ્ઞાન જ એક એવું પરિબળ છે કે જે જીવની સાથે બરાબર જળવાઈ રહે છે, કારણકે જીવ સ્વયં જ્ઞાનસ્વરૂપ જ છે. જે તત્ત્વોનો જ્ઞાનમાં નિશ્ચયાત્મક પ્રતિભાસ થયો નથી, તે તત્ત્વાભાસ થઈ જાય છે. જીવની આ મૂઢદશાનો લય કરવામાં આ તત્ત્વાભાસ સમર્થ થઈ શકતો નથી, માટે અહીં જ્ઞાન દ્વારા વિષયનો જે અભાવ થયો છે, ભૂમિકા બહુ જ જરૂરી છે અને ત્યાર પછી સ્વતઃ પ્રાપ્ત થનારી ચારિત્રરૂપ ભૂમિકાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ છે ગાથાનું રહસ્ય.
નિજ અનંત સુખભોગ આનંદ અને સુખભોગ બે પ્રકારના છે. તેમાં એક ઈન્દ્રિયજન્ય
(૩૭૬)