________________
મૂળ રહસ્યને નજરઅંદાજ કરવામાં આવ્યું છે.
આ હકીકતનું આપણે પૂર્વમાં વિવેચન કરી ગયા છીએ. અહીં ટૂંકમાં એ જ કહેવાનું છે કે જીવે એવો શું અપરાધ કર્યો હતો કે એકેન્દ્રિયાદિ ભવોમાં પણ જન્મ મૃત્યુ સાથે અનંતાનંત કાળ તેણે આવી દુઃખમય દશામાં વિતાવવો પડ્યો ? અન્યદર્શનો પણ આ બાબતમાં મન છે. જે દાર્શનિકો સૃષ્ટિની ઉત્પત્તિ માને છે તે પણ એમ કહે છે કે કર્મયુકત અવ્યકત અવસ્થામાં પડેલા જીવોને સૃષ્ટિકાળમાં પુનઃ સુખદુ:ખનો ભોગ કરવા માટે, શુભાશુભ કર્મ ભોગવવા માટે પ્રગટ કરવામાં આવે છે અને સૃષ્ટિકાળમાં કર્મ ભોગવતાં તે જીવ જો ઈશ્વરભકિતથી મુકત ન થાય, તો પુનઃ તે અવ્યકત અવસ્થામાં ચાલ્યા જાય છે પરંતુ તે દર્શનોમાં પણ ખુલાસો કર્યો નથી કે જીવે શા માટે કર્મ કર્યા? આ બાબતમાં જૈનદર્શન પણ મૌન છે. આ વિષયની અભિવ્યકિત કરી શકાય તેવી સ્થિતિ નથી. એટલે શાસ્ત્રકારો એમ કહે છે કે વર્તમાન સ્થિતિ છે, તેથી અનુમાન કરીને એમ કહેવું પડશે કે જન્મમૃત્યુના ચક્કરમાં જીવનો અંતનકાળ વીતી ગયો છે. જીવ શામાટે બંધાણો ? તે એટલું બધુ મહત્ત્વપૂર્ણ નથી પરંતુ મુકત થઈ શકે છે, તે ઘણું મહત્ત્વપૂર્ણ છે. બંધનના જે કાંઈ કારણો હોય પરંતુ પ્રત્યક્ષ દેખાય છે કે જીવ શુભાશુભ કર્મનો શિકાર કરે છે અને આવી અવસ્થામાં તેણે જન્મ જન્માંતરની ઘણી જ લાંબી સફર કરી છે. આ સફર પણ કાંઈ જેવી તેવી નથી. અનંતકાળની જૂની સફર છે. તેના કારણોનું કોઈ ગણિત થઈ શકે તેમ નથી. ગમે તેવું ગણિત કર્યા પછી પણ પ્રશ્ન તો ઊભો જ રહેશે કે શા માટે શરૂઆત થઈ ? તેનું તળિયું મળવું મુશ્કેલ છે. માટે ત્યાં બુધ્ધિ ઉપર પડદો નાંખીને મુકિતને સીધો સ્પર્શ કરવામાં આવે છે. અનંતકાળ વીત્યો છે, તેમાં કાળ સિવાય કોઈ સાક્ષી બની શકે તેમ નથી. અનંતકાળના નાટકનો સાક્ષી અનંતકાળ જ છે, તો કાળ જે કાંઈ સંસ્કાર સાથે ચાલ્યો આવે છે, તે વર્તમાનકાળના એક સમયમાં પણ સમાયેલો છે. જ્ઞાન રૂપી નેત્ર ખૂલતાં અનંતકાળનું નાટક પ્રત્યક્ષ થાય છે અને જ્ઞાનનેત્ર બંધ હોય, ત્યાં સુધી જીવ શુભાશુભ ભાવોને જ ભોગવે છે. જીવ પોતે ચૂપ છે, શાંત છે અને અજ્ઞાન છે, જે કાંઈ ભાવ, પ્રતિભાવ, વિભાવ કે સુખદુઃખના ભાવો છે તે બધા શુભાશુભ કર્મનું ફળ છે. નાટક ચાલુ છે, ડ્રષ્ટા સ્વયં નાટકમાં ભળેલો છે અને શુભાશુભ પરિણામરૂપી જે કાંઈ દૃશ્ય છે, તે જ વૃષ્ટાની સીમા બની ગઈ છે. એટલે દૃષ્ટા સ્વયં પોતાને ન જોતાં શુભાશુભ ભાવોમાં રમતો અનંતકાળ વીતાવીને પણ હજુ એ જ ભાવમાં રમણ કરે છે. કૃપાળુ ગુરુદેવે આ ગાળામાં અભૂત રીતે આ દાર્શનિક, આધ્યાત્મિક અને નૈતિક ત્રણેય અવસ્થાનું ચિત્ર પ્રગટ કર્યું છે. કારણોની જંજાળમાં ન જતાં જે કાર્ય નજર સમક્ષ છે તેને પ્રમાણભૂત માનીને, અનંતકાળની સાક્ષી આપીને સિદ્ધિકારે શુભાશુભ કર્મનો જે ખેલ ચાલી રહ્યો છે, તેનું દર્શન કરાવ્યું છે.
એક ઊડું સમજવા યોગ્ય તાત્ત્વિક વિવેચન : સામાન્ય રીતે આ ગાથાઓમાં શુભાશુભ કર્મના ફળભોગનો એક સાથે વારંવાર ઉલ્લેખ થયો છે પરંતુ હકીકતમાં શુભ અને અશુભ એ સમાન કક્ષાના તત્ત્વો નથી. આપણે મૂળ તપાસીએ, તો શુભ કર્મ તે સ્વતંત્ર તત્ત્વ નથી. એક પ્રકારે વચગાળાની ક્રિયા છે. જ્યારે અશુભ કર્મ થાય છે, ત્યારે પાપનો બંધ થાય છે. જ્યારે અશુભકર્મની નિવૃત્તિ થાય છે, ત્યારે સ્વતઃ શુભ ક્રિયા થવાથી પુણ્યનો બંધ થાય છે અને જ્યારે
KILLS(૩૬૦) ISIS