________________
અયુકત ભાવ પણ હોવો જોઈએ. બંને ક્રિયાઓ જો ક્રિયાત્મક હોય તો એવો સમય પણ આવે કે બંને નિષ્ક્રિય બની જાય. જીવ સ્વયં શુભાશુભનો સ્વીકાર કરી તેના ફળ સાથે સંકળાયેલો હોય, તો એવો પણ સમય આવે કે જીવ બંને ભાવથી વિખૂટો પડે. આ એક વિશ્વપ્રસિધ્ધ અધ્યાત્મશાસ્ત્રને સર્વથા માન્ય એવી રાજમાર્ગ જેવી પ્રણાલી છે કે જીવ જો શુભ અને અશુભ કર્મ કરીને ભોગવે છે, તેમાં જીવની આંતરવૃત્તિ કારણભૂત છે, તેથી કયારેક એવો અવસર આવે કે આંતરવૃત્તિનું પરિવર્તન થતાં શુભ અને અશુભ બંને કર્મોથી વિદાય લઈ જીવ પોતાની શાંત અવસ્થામાં પ્રવેશ કરે અને કર્મને મુકત કરે અથવા પોતે કર્મથી મુકત થાય છે. ઘોડસવાર જ્યાં સુધી સવારી કરે છે, ત્યાં સુધી ઘોડાની લગામ સવારના હાથમાં છે અને સવારની ઈચ્છા પ્રમાણે તથા અશ્વની શકિત અનુસાર ક્રિયા થતી રહે છે પરંતુ ઘોડેસવાર ઘોડાને જ પડતો મૂકે, લગામ છોડી દે, તો ઘોડો સવારથી મુકત થાય છે અને સવાર ઘોડાથી મુકત થાય છે. એક રીતે બંનેનો મોક્ષ થઈ જાય છે. આ સહજ સમજાય તેવી પ્રક્રિયાને આધાર માની સિદ્ધિકાર અહીં કહે છે કે જેમ શુભાશુભ કર્મનો ભોગ પ્રમાણભૂત છે, તેમ તેની નિવૃત્તિ પણ પ્રમાણભૂત હોવી જોઈએ અર્થાત્ જીવને કર્મરૂપી અશ્વનો ત્યાગ કરવાનો અધિકાર પણ હોવો જોઈએ. કર્મ કરતો રહે, એ એક પ્રણાલી છે, કર્મથી સર્વથા છૂટો પડે, તે બીજી પ્રણાલી છે. પ્રથમ પ્રણાલીમાં શુભાશુભ ભાવો સંકળાયેલા છે, જ્યારે બીજી પ્રણાલીમાં નોશુભ નોઅશુભ, એ આગમની બીજી પ્રણાલી છે અર્થાત્ શુભ પણ નહીં અને અશુભ પણ નહીં, એવી કર્માતીત અવસ્થા પણ પ્રમાણભૂત છે.
કર્મક્ષયની પ્રક્રિયા : ક્ષય બે પ્રકારના છે. સામાન્ય ક્ષણિક ક્ષય અથવા સ્થિતિવાળો ક્ષય જ્યારે બીજો ક્ષય છે તેને આત્યંતિક ક્ષય કહેવાય છે. જે પ્રવર્તમાન શુભાશુભ કર્મ છે, તે ક્ષય પામીને પુનઃ ઉદયમાન પણ થાય છે અને તેની ધારા ચાલુ રહે છે. જ્યારે આત્યંતિક ક્ષય તે સંપૂર્ણ ક્ષય છે. બીજ અને વૃક્ષ બંનેનો નાશ છે. મૂળ જ છેદાઈ જાય છે, ત્યારે કર્મની સર્વથા મુક્તિ થાય છે. આમ કર્મની મુક્તિ થવાથી જીવની પણ મુક્તિ થાય છે. સાંકળમાં બાંધેલુ જાનવર સાંકળ ખોલતાં છૂટું થાય છે, ત્યારે સાંકળ અને જાનવર બંનેનો છૂટકારો થાય છે. તે જ રીતે કર્મ જવાથી અભાવાત્મક અને સ્વભાવાત્મક બંને પ્રકારનો મોક્ષ ઉદ્ભવે છે. કર્મનું જવું તે અભાવરૂપ મોક્ષ છે. મોક્ષશાસ્ત્રમાં લખ્યું છે કે “ગ્નવર્ગો મોક્ષા' “કર્મોનો સંપૂર્ણ નાશ તે મોક્ષ છે', ‘નિરાવરણ સ્વમાવ પ્રાદય મોક્ષ” આત્માના નિરાવરણ સ્વભાવનું પ્રગટ થવું, તે મોક્ષ છે. આ છે ભાવાત્મક મોક્ષ. અભાવમુક્તિ જ મુક્તિની સહચારી છે, માટે અહીં સિદ્ધિકાર કહે છે કે અશુભ તો ત્યાજ્ય છે જ પરંતુ અંતે શુભ પણ ત્યાજ્ય બની જાય છે. શુભાશુભની જે વર્તુળ સ્થિતિ છે, તે કાયમી નથી. જેમ તેનું અસ્તિત્વ છે, તેમ તેનો વિલય પણ છે અને સૈકાલિક અસ્તિત્વનો અભાવ થવો, તે પણ સ્વાભાવિક છે.
(૧) કેટલાક તત્ત્વો અનાદિ અનંત છે. (૨) જ્યારે કેટલાક તત્ત્વો અનાદિ સાંત છે. (૩) જ્યારે વચગાળાના બધા તત્ત્વો સાદિ–સાંત છે. (૪) અને પરમ ઉત્તમ તત્ત્વો સાદિ અનંત છે. આ વિલક્ષણ ચીભંગી પરિસ્થિતિનો તર્કસિદ્ધ આભાસ આપે છે. (૧) સ્થાયી તત્ત્વો, કે મૂળભૂત દ્રવ્યો અનાદિ અનંત છે.. અસ્તુ.
ISLSS(૩૫૩).SS