________________
ભાવનાથી કે અંધશ્રદ્ધાથી હિંસકકૃતિઓ પણ કરે છે ત્યારે, આપણે તેને પાપકર્મ કહીએ છીએ. વેદોમાં અને સમાજમાં જ્યારે યજ્ઞની પ્રણાલિકા ચાલતી હતી ત્યારે વેદના દાર્શનિકોએ નિર્ણય આપ્યો કે વૈવિા દિશા, હિંસા ન મવતિ।' અર્થાત વેદમાં જે હિંસા લખી છે, તેને હિંસા ન કહી શકાય. આ રીતે શુભ અને અશુભની જે માન્યતાઓ પ્રચલિત છે, તેનો નિર્ણય કરનાર કોઈપણ શુદ્ધ વિચાર સ્પષ્ટ ભાવે કહી શકાતો નથી કારણકે ઘણી ક્રિયાઓ એવી છે કે જેમાં શુભ–અશુભના મિશ્રિત ભાવો સમાયેલા છે, માટે શુભાશુભની જે ગૂઢતા છે, તેના માટે શાસ્ત્ર પ્રમાણ સિવાય બીજી કોઈ રીતે ન્યાય આપી શકાય તેમ નથી. એટલા માટે સ્વયં કૃપાળુ ગુરુદેવે ‘બહુ પુણ્ય કેરા પુંજમાં’ જણાવ્યું છે કે ‘વચન કોનું સત્ય કેવળ માનવું' જવાબમાં કહે છે કે આપ્ત પુરુષોનું વચન જ માન્ય કરી શકાય છે. આપ્તપુરુષ તે જ છે કે જે શુભાશુભ ભાવોથી પર થયા હોય અને ઉદયમાન ઘાતિકર્મોના પ્રભાવથી દૂષિત ન હોય, તેવા પુરુષોએ જે નિર્ણય આપ્યો હોય, તેને જ આધાર માની શકાય તેમ છે પરંતુ આશ્ચર્ય એ છે કે બધા સંપ્રદાયો પોત-પોતાના મૂળ પુરુષોને આપ્તજન માને છે, તેના વચનોને બ્રહ્મવાક્ય ગણે છે અને સારુ, નરસું, શુભ, અશુભ, મંગળ, અઅમંગળ કે પુણ્ય–પાપ એ બધાનો નિર્ણય પોતાની રીતે કરે છે. એટલે શુભ અશુભનો નિર્ણય જનસમાજ માટે એક કોયડો બની રહે છે... અસ્તુ.
અહીં આપણું તાત્પર્ય એટલું જ છે કે શુભ-અશુભ જે કાંઈ કર્મ પ્રવાહ છે, વર્તમાનમાં જીવ જે સત્કર્મો કરે છે, દયા—દાન આદિ શુભ કાર્યો કરે છે, તે પણ શુભ છે અને તેનાથી બંધાતા પુણ્યકર્મ પણ શુભ છે અને વર્તમાનમાં જીવ જે કાંઈ અશુભ કર્મો કરે છે, પાપ કરે છે, હિંસાદિ કરે છે, ક્રોધાદિ કપટ કરે છે, તે પણ અશુભ છે, તેનાથી પાપનો બંધ થાય છે, તે પણ અશુભ છે. આ રીતે શુભ અને અશુભ, પુણ્ય અને પાપના જે ફળ ભોગવાય છે તે પણ શુભ અને અશુભ
છે.
કર્મની બે ધારા ઃ કર્મનું વર્તમાનરૂપ અને પારંપારિકરૂપ, આમ બંને ધારા ખ્યાલમાં રાખવાની છે. પ્રત્યક્ષ જે કાંઈ કર્મ દેખાય છે, તે ક્રિયારૂપ વર્તમાનકર્મ છે અને તેનાથી અપ્રત્યક્ષ ન જોઈ શકાય તેવું સૂક્ષ્મ જે સંસ્કારરૂપ બંધન થાય છે, તે પણ કર્મ છે. કર્મનું પ્રગટરૂપ અને ગૂઢ રૂપ, પ્રત્યક્ષરૂપ અને પરોક્ષરૂપ, બંનેમાં શુભાશુભત્વ છે. કર્મની બંને ધારામાં પ્રત્યક્ષ અને પારંપરિક એવા બંને ફળ મળે છે. આ રીતે બંને ધારામાં કર્મ પ્રવાહિત હોય છે. સાક્ષાત્ દૃશ્યમાન કર્મ અને સૂક્ષ્મ અદૃશ્યમાન કર્મ. ખૂબીની વાત એ છે કે પ્રત્યક્ષ કર્મમાં યોગ નિમિત્ત છે. યોગના આધારે અને આધ્યાત્મિક ભાવોના આધારે કર્મનું રૂપ નિર્ધારિત થાય છે અને જ્યાં કર્મ ભોગવાય છે, ત્યાં પણ યોગ અને તે વખતે જીવની જે પરિસ્થિતિ છે, તેના ભાવો નિમિત્તભૂત છે. પ્રત્યક્ષકર્મમાં જે યોગો નિમિત્તભૂત હતા, તેનું વિસર્જન થઈ જાય છે અને જ્યારે વર્તમાનની ક્રિયાથી ઉત્પન્ન થયેલું કર્મ ભવિષ્યમાં ફળ આપે છે, ત્યારે અન્ય યોગો આધારભૂત થાય છે. ફકત જીવાત્મા એકનો એક છે. જેથી તે જીવાત્મા કર્મનો કર્તા અને કર્મનો ભોકતા કહેવાય છે. આમ શુભાશુભકર્મની સાંકળ સ્વયં બદલાતી હોવા છતાં કોઈપણ રીતે તે જીવ સાથે જોડાયેલી રહે છે. • જો આ રીતે જીવનો કર્મ સાથે યુકતભાવ હોય, તો તેની સામે
તેમ નિવૃત્તિ સફળતા
-
(૩૫૨)