________________
જે કર્મો થાય છે, તે કર્મો પુણ્યબંધનું નિમિત્ત બને છે પરંતુ આનાસક્તયોગ જેમ શુભકર્મનું નિમિત્ત છે, તેમ પાપ કર્મનો ક્ષય કરવાનું પણ નિમિત્ત છે અને આગળ ચાલીને ઊંચી સ્થિતિમાં જતાં અનાસક્ત યોગ તે કર્મબંધનને અટકાવવાનું પણ કારણ છે. અર્થાત્ શુભ અને અશુભની વ્યાવૃત્તિ કરવામાં નિમિત્ત બને છે. આ ઘણો જ આધ્યાત્મિક વિષય છે, માટે જ આપણે કહ્યું છે કે શુભ કરે અને શુભ ફળ ભોગવે, તેના મૂળ ખૂબ જ ઊંડા છે. આ ભાવની ચર્ચા સમાધાન પક્ષમાં કરશું. અહીં તો શંકાકારે વ્યવહાર દ્રષ્ટિએ શુભાશુભનું કથન કર્યું છે.
આધ્યાત્મિક સંપૂટ : ગાથા તો પ્રશ્ન રૂપે છે અને શંકા પ્રગટ છે પરંતુ તેનો ગૂઢાર્થ ફક્ત શંકરૂપ નથી. શુભાશુભ કર્મનો જે પ્રવાહ ચાલે છે, તે કર્મ પ્રધાન પ્રવાહ છે. તેમાં નિશ્ચય ભાવથી જીવનું કોઈ કર્તુત્વ નથી. કર્મ કરાય છે અને તેનું ફળ ભોગવાય છે. આ રીતે વાક્ય મૂકવાથી સ્પષ્ટ થાય છે કે કર્મો થતાં રહે છે અને ભોગવાતાં રહે છે. તેમાં શુદ્ધ ચૈતન્યયુક્ત પરમ સ્વભાવી જ્ઞાનાત્મા તેનાથી નિરાળો છે. કર્મનું કર્તુત્વ કે ભોસ્તૃત્વ, એ બંને કર્મના જ પરિણામ છે. જીવ તેમાં સાક્ષી માત્ર છે. કારીગર કાષ્ટ્રમાંથી મૂર્તિ બનાવે છે, તો કાષ્ટ પણ પર દ્રવ્ય છે. તેમાંથી ઉત્પન્ન થયેલી મૂર્તિ પણ કાષ્ટની જ સંપત્તિ છે અને કારીગરનું શરીર પણ પર દ્રવ્ય છે. તેનું જે કાંઈ હલન ચલન છે, તે કર્મરૂપ છે અને આ કર્મ ક્રિયાશીલ બની મૂર્તિને આકાર આપે છે. કારીગરે માત્ર પોતાની જ્ઞાન પર્યાય કરીને કળાનું આવર્તન કર્યું છે. પોતાનો કોઈપણ અંશ પર દ્રવ્યમાં સંયુક્ત થયો નથી અને પારદ્રવ્ય જીવાત્મામાં પ્રવેશ્ય નથી, બંને સ્વતંત્ર છે. કર્મ કરીને અર્થાત્ ક્રિયા કરીને કર્મફળ ઉત્પન્ન કર્યું. કારીગર તો તેનો સાક્ષી માત્ર છે, કલાધર છે. આમ કર્મની લીલા અને જ્ઞાનાત્મક ભાવો બંનેને ભેદ દ્રષ્ટિથી જોતાં જીવ કર્મના બોજાથી નિરાળો થઈ શકે છે, માટે કર્મ કર્મનું કામ કરે છે. ભાઈ ! તું તેનો સાક્ષી માત્ર છે. સાક્ષી બનીને વિભક્ત રહે, તો કર્મના ફળ કર્મ સુધી સીમિત રહે. કર્મફળને ભોગવનારો પણ ન્યારો છે, માટે આ ગાથામાં પરોક્ષ ભાવે એમ કહેવામાં આવ્યું છે કે કર્મતંત્ર ચાલુ રહે છે અને જીવ તેનો સાક્ષી છે. અહીં શંકાકાર જીવને સાક્ષીરૂપે જોતો નથી, તેથી આ આધ્યાત્મિક ભાવો આગળની ગાથામાં ઉજાગર થશે... અસ્તુ.
ઉપસંહાર : ગાથા બે કેન્દ્ર પર આધારિત છે. જો કે મૂળમાં એક જ પદ તે છે કર્મ આ કર્મ શુભ અને અશુભરૂપે હોવાથી શુભ અને અશુભ રૂપે અભિવ્યક્ત કરે છે. સારાંશ એ છે કે શુભ હોય કે અશુભ હોય, કર્મચક્ર ચાલતું રહે છે. ક્રમચક્ર અટકી જશે, તેવી કોઈ સ્થિતિ નથી. ગાથામાં દેવલોક અને નરક, આ બે સ્થાનનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ કર્મચક્ર આ સ્થાનોને ભોગવ્યા પછી પણ અટકતું નથી અને આવો કોઈ સમય આવતો નથી કે કર્મ શાંત થઈ જાય. કર્મના ભાવ પણ રોકાઈ જાય, તેવી સ્થિતિ નથી. એ રીતે દ્રવ્ય કર્મો પણ ઉપાર્જિત થતાં જ રહેશે. ગાથામાં એક વાત પૂરજોશથી કહી છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે અંશે કર્મની કાયમી સ્થિતિની અભિવ્યક્તિ કરે છે, માટે લાગતું નથી કે કર્મ છૂટે, તો કૃપા કરીને કોઈ સમજાવો કે શું આવી કર્મહીન અવસ્થા સંભવ છે? આ છે ગાથાનો ઉપસંહાર. પ્રશ્નના ઉત્તર રૂપે હવે નવી ગાથા આપણી સમક્ષ આવે છે.
મ©$'D (૩૫૦),S
SSS
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS