________________
ગાથા - ૮૧
ઉપોદ્ઘાત – આગળની ગાથામાં ઈશ્વર વિષે બે પ્રકારે ચર્ચા કરી હતી. ફળદાતા ઈશ્વર માને, તો ભોગ વ્યવસ્થા બરાબર થઈ જાય છે પરંતુ સાથે સાથે એ પ્રશ્ન પણ ઉદ્ભવ્યો હતો કે ઈશ્વરને ફળદાતા માનવાથી ઈશ્વરપણું ટકતું નથી, આ રીતે તર્કનું ઉદ્ભાવન કરી ઈશ્વરપણું ટકે કે ન ટકે પરંતુ જગત નિયંતા ઈશ્વરને માન્યા વિના છૂટકો નથી, તેવી શંકા પ્રતિપક્ષી આ ગાથામાં પ્રગટ કરે છે અને પૂછે છે કે આખર ઈશ્વરને માન્યા વિના જગત વ્યવસ્થા કેવી રીતે જળવાઈ શકે? તેથી શુદ્ધ સ્વભાવી પરમાત્મા ફળદાતા બનતા નથી, તે વાતને મહત્ત્વ આપ્યા વિના, વિશ્વ સંચાલક ઈશ્વરને માન્યા વિના, જગત વ્યવસ્થા શક્ય નથી. શુદ્ધ સ્વભાવી વિશ્વસંચાલક ઈશ્વરને માન્યા વિના વિશ્વતંત્ર અનિયમિત બની જવાની સંભાવના છે.
આ વિષય ઉપર આ ગાથામાં શંકારૂપે ઈશ્વરનું પ્રતિપાદન કર્યું છે. હવે આપણે મૂળગાથાને સ્પર્શ કરીએ
ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય તો
પછી શુભાશુભ કર્મના, ભોયસ્થાન નહીં કોય ૮૧ ઈશ્વરને અવયંભાવી માનનારા ભારતવર્ષના બધા ભકિતદર્શનો વિશ્વકર્તા તરીકે, જગત નિયંતા તરીકે કોઈ એક મહાશકિતનો સ્વીકાર કરે છે. આ ગાથામાં ઈશ્વર સિદ્ધ થયા વિના એવો જે શંકાનો આરંભ છે તે કોઈ ઊડતી શંકા નથી, તેમ સામાન્ય બુદ્ધિથી થયેલી શંકા પણ નથી પરંતુ આશંકાની પૃષ્ઠભૂમિમાં સુપ્રસિદ્ધ ઈશ્વરવાદીદર્શનો આધારભૂત છે. ઈશ્વર સિદ્ધ થયા વિના” એમ જે લખ્યું છે, તેના ઉપર આપણે થોડો ઊંડો વિચાર કરીએ.
ઈશ્વર સિદ્ધ થયા વિના : જે દ્રશ્યમાન જગત છે તે જડ દ્રવ્યોની સૃષ્ટિ છે. તેમાં ક્રિયમાણ શકિત છે પરંતુ તે ક્રિયમાણ શકિતની પાછળ તેનો કોઈ નિયામક હોવો જરૂરી છે. સાધારણ મનુષ્ય આ વિશ્વની ઘટનાઓનો કે સૂક્ષ્મ ક્રિયાઓનો નિયંતા બની શકતો નથી, તેથી બૌદ્ધિક જગતમાં એ પ્રશ્ન ઊભો હતો કે વિશ્વતંત્ર કોણે ગોઠવ્યું છે ? બધા પદાથોના નિશ્ચિત નિયમો કોણે વ્યવસ્થિત કર્યા છે ? આ વિતંત્રને નિયમાનુસાર કોણ ચલાવે છે ? જડશકિત ઈચ્છાપૂર્વક તંત્ર ચલાવી શકતી નથી અને મનુષ્ય પણ આ તંત્ર ચલાવવા માટે શકિતમાન નથી, તો શકિતમાન કોણ છે ?
કોઈ શકિતમાનની શોધમાં ભકિતવાદી દર્શનોને ઈશ્વરના દર્શન થાય છે અને કોઈ પ્રબળ શકિતમાનનું અસ્તિત્વ વિશ્વમાં છે તેથી “સ 4: ' એમ કહેવામાં આવ્યું છે. જે સમર્થ છે, તે ઈશ્વર છે અને જે ઈશ્વર છે, તે સમર્થ છે. ભારતના મહાન દાર્શનિક રઘુનાથ શિરોમણી ઈશ્વરસ્થાપના કરતાં કહે છે કે ઈશ્વર વિશ્વનું નિમિત્ત કારણ છે કે ઉપાદાન કારણ છે? ઈશ્વર દૂર રહીને નિમિત્તરૂપે તંત્ર ચલાવે છે કે વિશ્વરૂપે પરિણિત થઈ જાય છે? ઈશ્વરવાદી દર્શનોમાં પણ આવો મત પ્રસિદ્ધ છે, ત્યારે રઘુનાથ શિરોમણિ વિશ્વના બધા જડ દ્રવ્યોને ઈશ્વરનું શરીર
NSLLLLLLLSLS(૨૮૫) LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLS