________________
જીવ જે કાંઈ કરે છે અથવા જીવ દ્વારા જે કાંઈ કરાય છે, તેના માટે કર્મ શબ્દ વપરાય છે. જીવ જ્યારે સુખદુઃખ ભોગવે છે, ત્યારે પણ કર્મ શબ્દ વપરાય છે કે, “આ મારા કર્મોના ફળ છે, મેં કર્મ કર્યા હતા. આ રીતે કર્મફળ, એ કર્મનો ભોગપક્ષ છે અને કર્મ કરવા, તે ક્રિયા પક્ષ છે.
કર્મ કરવામાં જીવનો યત્ન જરૂર જોડાયેલો છે છતાં જીવ પોતાની ઈચ્છા પ્રમાણે બધા કર્મ કરી શકતો નથી. કર્મ કરવામાં તેના ભૂતકાળના કર્મો, વીર્યાતરાયના કર્મોનો ક્ષયોપશમ અને મોહાત્મક ઈચ્છા, આ ત્રિપુટી કારણભૂત બને છે. કર્મ કરવા પ્રેરાયેલો જીવ કર્મ કરતો જાય છે. ત્યારે તેના ભોગપક્ષનો વિચાર તેને લગભગ હોતો નથી. શું કર્મનાં ફળ મળશે ? તેનો તે સ્વયં નિશ્ચય કરી શકતો નથી પરંતુ નિષ્પન્ન થયેલું કર્મ પોતાની યોગ્યતા પ્રમાણે તેમાં ફળ આપવાના ગુણો સાથે સાથે તૈયાર કરે છે, તેથી જૈનદર્શન કહે છે કે કર્મ કરવાની સાથે સાથે જ કર્મની પ્રકૃતિ, સ્થિતિ, તેની ફળ આપવાની શક્તિ અને કર્મપિંડ, બધું સ્વતઃ નિર્માણ થઈ જાય છે, તેને જ કર્મબંધ કહે છે. આ છે કર્મનો સત્તાપક્ષ અથવા ક્રિયાપક્ષ. સત્તાપક્ષમાં ભોગપક્ષના બધા સ્વભાવ નિર્મિત થઈ ગયા હોય છે. જેમ પાણીમાંથી બરફ બને, તો બરફ બનવાની સાથે બરફના બધા ગુણધર્મો સ્વતઃ તેમાં નિર્મિત થઈ જાય છે. આ છે વિશ્વપ્રકૃતિ. ધર્મશાસ્ત્ર તેને વિશ્વનિયંતા તરીકે પણ ઓળખાવે છે. અસ્તુ.
વિશ્વપ્રકૃતિ એક નિશ્ચિત કર્મથી કોઈપણ પદાર્થના ગુણધર્મને નિશ્ચિત કરીને તેનાં પરિણામો પણ નક્કી કરે છે. જો જ્ઞાનાત્મક ચેતન દ્રવ્ય તેમાં જોડાયેલું ન હોય, તો તેના કડવા—મીઠાં ફળ કોણ ભોગવે ? કર્મનાં ફળ ભોગવવા માટે જ્ઞાન અને વેદન, તે બંને પ્રક્રિયા જરૂરી છે અને તે જીવમાં જ છે. જીવ દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્ય કર્મફળનું જ્ઞાન કરી શકતું નથી અને જીવ સિવાય અન્ય કોઈને તેનું વેદન પણ થતું નથી. કર્મનો ભોગ પણ જ્ઞાન અને વેદનથી જ ભોગવાય છે. જ્ઞાન અને વેદન હાજર ન હોય, તો પદાર્થ પોતાની મેળે સંગઠિત થાય અને વિખાય અથવા ઉત્પન્ન થાય અને લય પામે, તેમાં કર્મનો ભોગપક્ષ નથી અર્થાત્ ત્યાં ભોગસત્તા નથી. જડ દ્રવ્યમાં પોતાની મેળે જે કાંઈ ક્રિયમાણ થાય છે, તેમાં કર્મનો કશો સંબંધ નથી. કર્મનો ક્રિયાપક્ષ અને ભોગપક્ષ, બંને જીવ સાથે જ સંબંધ ધરાવે છે. આ થિયરી પ્રમાણે જીવ કર્મનો કર્તા છે, કર્મને સંચિત કરે છે અને કર્મના ફળનો ભોક્તા બને છે, સાક્ષી બને છે અને વેદન કરે છે. આ થિયરીને નજર અંદાજ કરીને શંકાકાર એમ પ્રશ્ન કરે છે કે જીવ ભલે કર્મનો કર્તા હોય, જીવ સાથે ક્રિયાપક્ષ ભલે જોડાયેલો હોય પરંતુ તેને કર્મનો ભોક્તા માનવાની જરૂર નથી. જીવ ભોક્તા શા માટે થાય ? કર્મ કરનાર કોઈ બીજો છે, જ્યારે કર્મ બીજી રીતે ભોગવાય છે, માટે જે જીવ કર્મનો કર્યા છે, તે જીવ કર્મનો ભોક્તા છે તેવું નિશ્ચિત નથી, તેવી શંકા કરે છે. કર્મ ભોગવાય છે, તેથી ભોગપક્ષનો અસ્વીકાર કરી શકાય તેમ નથી પરંતુ અહીં સિદ્ધિકારે શંકાપક્ષમાં જે શંકા કરી છે તે શંકા આ પ્રમાણે છે જે જીવ કર્મ કરે છે, તે જીવ તેનો ભોક્તા નથી. ગાથાનું પદ પણ આ રીતે છે કે
જીવને કર્મનો કર્તા કહો પણ તે જીવ ભોક્તા નથી” (પદમાં ‘તે જીવ’ અધ્યાર્થ છે.) કોઈપણ વસ્તુ ભોગવાય તો છે અને સુખદુઃખનો ભોગ પણ થાય છે પરંતુ જે જીવ જે રીતે કર્મ બાંધે છે, તે જીવને પોતાનાં કર્મ ભોગવવા પડે છે, તે વાતનો શંકાકાર નિષેધ કરે છે અર્થાત્ કર્મનો ભોગ
LLLLS(૨૭૪) LLLLLLLLLLLLLLLS