________________
પદ - ચોથુંઃ “છે ભોક્તા'
ગાથા-૦૯ થી ૮૬
ગાથા-૦૯
ઉપોદ્ઘાત – અત્યાર સુધી કર્તુત્વની વ્યાખ્યા ચાલતી હતી અને કર્તુત્વ ઉપર જ વિચાર ચાલતો હતો. પ્રતિપક્ષીને કેટલાક અંશે કર્તુત્વનું સમાધાન થયું હતું પરંતુ આપણો આ પ્રતિપક્ષી કોઈ વિરોધી વ્યક્તિ નથી પરંતુ શિષ્ય રૂપે રહીને શંકા સમાધાન કરે છે અને સદ્ગુરુ પણ તે જ રીતે ઉત્તર આપતા જાય છે. હવે શંકાકારની નજર કવથી હટીને ભોક્તાભાવ ઉપર વળે છે. કર્મ સાથે બે ક્રિયા જોડાયેલી છે. કર્મ કરવા અને કર્મ ભોગવવા. અહીં કર્તાપણું અને ભોક્તાપણું આ બંને ભાવોની અપેક્ષાએ એક ચૌભંગી સામે આવે છે. | (૧) કર્તા પણ છે અને ભોક્તા પણ છે. (૨) કર્તા છે અને ભોક્તા નથી. (૩) કર્તા નથી અને ભોક્તા છે. (૪) કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી.
પ્રથમ ભંગ જીવ કર્તા પણ છે અને ભોક્તા પણ છે, તે સૈધ્ધાંતિક છે. જ્યારે બીજો ભંગ તે આશંકાનો વિષય છે કે જીવ કર્તા છે પણ ભોક્તા નથી. આ ગાળામાં આ બીજા ભંગને લક્ષીને ચર્ચા કરવામાં આવી રહી છે અને તેમાં ભોક્તાભાવ જીવની સાથે સંબંધ રાખતો નથી. અથવા જીવ કર્મ ભોગવતો નથી. કર્મભોગ છે, તો તે પ્રત્યક્ષ છે પરંતુ ભોગસત્તા નિરાળી છે. તે શંકાના આધારે આ ગાથાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
જીવ કમ કતાં કહો, પણ ભોક્તા નહિ સોય
શું સમજે જs કમ કે, ફળ પરિણામી હોય તે યોગ્ય ઉત્તર મળવાથી શંકાકારે કર્તુત્વનો સ્વીકાર કરી લીધો છે પરંતુ જીવ પોતાના કર્મનું ફળ ભોગવે છે, તે બાબતમાં શંકા કરે છે. આ શંકા કરવામાં એક પ્રબળ હેતુ છે. જીવ કર્મ તો પોતાની ઈચ્છાથી કરે અને કરી શકે પરંતુ તેનાં ફળ ભોગવવા માટે તે તૈયાર ન હોય, ઈચ્છા પણ ન હોય કે મારા પાપ કર્મનું કડવું ફળ મને મળે, છતાં કર્મનું ફળ ભોગવવું પડે છે, તો આ કર્મ ફળ ભોગવવાની સજા કોણ આપે છે ? અથવા ભોગશક્તિ કે ભોગવવાની ફરજ કોણ પાડે છે ? તે ગૂઢ પ્રશ્ન છે. જો કે આ શંકા પાપ કર્મને લગતી કે અશુભકર્મને લગતી છે. જ્યારે જીવ શુભ કર્મ કરે છે, ત્યારે તેનું ફળ ભોગવવાની તેની ઈચ્છા હોય છે પરંતુ અહીં પણ એક મોટો પ્રશ્ન છે કે શુભકર્મ હોય કે અશુભકર્મ હોય, પરંતુ મનુષ્યની ઈચ્છા પ્રમાણે તેના ફળ ઉત્પન્ન થતાં નથી. છતાં કોઈ એક પ્રકારે કર્મનો ભોગવટો થતો જ હોય છે.
કર્મના બે પક્ષ – જીવ કર્મ કરે છે અને ભોગવે છે. આ બંને અપેક્ષાએ કર્મના બે પક્ષ છે. (૧) ક્રિયાપક્ષ અને (૨) ભોગપક્ષ
(૨૭૩)>