________________
કરનાર કોણ છે ? તેનું દર્શન કરાવવાનો હેતુ છે. કર્મનો કર્તા જીવ છે, તે સ્પષ્ટ ભાવે કહીને શાસ્ત્રકાર પ્રતિપક્ષીને જવાબ આપી રહ્યા છે કે, “ભાઈ ! ઈશ્વરને કર્તા ન માની શકાય. તેઓ પોતાના શુધ્ધ સ્વભાવમાં સ્થિત, જગતથી ન્યારા, મંગળમય તત્ત્વરૂપે બિરાજમાન છે. આમ જીવ અને ઈશ્વરનો ભેદ માનીને જીવ માયાવી છે અને ઈશ્વર માયાથી પર છે, તેવો સ્પષ્ટ નિર્દેશ કર્યો
જો ઈશ્વરને કર્મનો પ્રેરક માનવામાં આવે, તો જીવ નિર્દોષ બની જાય છે અને બધો દોષ ઈશ્વરના પક્ષમાં ચાલ્યો જાય છે.
ઈશ્વર દોષ પ્રભાવ : ઈશ્વર દોષ એ શું છે? નાસમજથી કોઈ એવો અર્થ કરે છે કે ઈશ્વરને પ્રેરક માને તો દોષના ભાગી ઈશ્વર બને છે પરંતુ હકીકતમાં આવો અર્થ નથી. દોષ જીવ કરે, પાપ જીવ કરે અને દોષના કે પાપના ભાગી ઈશ્વરને કહે, તો આ બેહૂદી વાત છે, ન્યાયથી અસંગત વાત છે. કોર્ટ કચેરીમાં કોઈ ચોર કહે કે સાહેબ, “મેં ચોરી નથી કરી. ચોરીના જવાબદાર ઈશ્વર છે. ઈશ્વરે ચોરી કરવાની બુદ્ધિ આપી, ઈશ્વરે ચોરી કરવાની પ્રેરણા આપી, ત્યારે મેં ચોરી કરી,” તો આ વાત ન્યાયસંગત છે ? શું ન્યાયાધીશ આ વાતને માનવા તૈયાર થાય ? કદાચ ન્યાયધીશ પણ ઈશ્વરભક્ત હોય અને આ વાતનો સ્વીકાર કરે, તો પરિણામ શું આવે? બધો દુરાચાર અને અનાચાર પણ ઈશ્વરને માથે ઓઢાડવામાં આવે, તો ધર્મની શું જરૂર ? ઈશ્વર બધું કરાવે, તો પાપ પણ કરાવે છે તેમ માનવું રહ્યું“ઈશ્વર દોષ પ્રભાવ’ શબ્દ સ્તુતિકારે જે રીતે લખ્યો છે, તેનો ગંભીર અર્થ એ છે કે દોષનો ઉદ્ભવ અથવા દોષનું જે કુફળ છે, તેનો સંબંધ જીવ સાથે છે, ઈશ્વર સાથે નથી. ડ્રાઈવર ગાડી ચલાવવામાં ભૂલ કરે અને કહે કે આ ગાડીના માલિકનો દોષ છે, તો તે સર્વથા અયોગ્ય છે. તે રીતે જીવ કુકર્મ કરે અને ઈશ્વરનો દોષ છે, તો તે સર્વથા અયોગ્ય છે. ઈશ્વર દોષ પ્રભાવનો અર્થ એ છે કે દોષનો પ્રભાવ, દોષ સંબંધી જે કાંઈ. ક્રિયા છે, તે ક્રિયાના જવાબદાર ઈશ્વર નથી. જીવને કર્તા ન માને તો ઉપરની બધી વાતો ન્યાયસંગત ન બનતા અન્યાયયુક્ત બને છે અને ખોટી રીતે ભગવાન સાથે દૂષિત કર્મોને જોડવામાં આવે છે. આ છે ગાથાનું તાત્પર્ય.
શાસ્ત્રકારે બહુ જ સરળતાથી અને ચતુરાઈથી ઈશ્વરના સ્વરૂપને અખંડ અને શુદ્ધ રાખી, જીવાત્મા પોતાના કર્મથી ઈશ્વરને દૂષિત ન કરે, તેવા ભક્તિયોગ સાથે જ્ઞાનયોગનો પ્રકાશ કર્યો છે. ગાથામાં ત્રણ તત્ત્વો છે (૧) ઈશ્વર (૨) જીવ અને (૩) કર્મ
આ ત્રણ તત્ત્વોમાં ગાથાકાર સિદ્ધાંત અને તર્કના આધારે સ્પષ્ટ કરવા માંગે છે કે કર્મ અને જીવનો સંબંધ છે. કર્મનો કર્તા જીવ છે. ઈશ્વર નિરાળા છે. તે પોતાના શુદ્ધ ભાવોથી ભરપૂર છે. ઈશ્વર કર્મથી મુક્ત છે. તેઓ કર્મ અકર્મનું જ્ઞાન આપનારા છે પરંતુ જ્ઞાનાત્મક ઉપદેશ પછી કર્મ કરવાની પ્રેરણા કે કર્તૃત્વમાં, ઈશ્વરનો સંબંધ નથી. તેનો જીવ સાથે સંબંધ છે, જેમ વૈદ્યરાજ દવાના ગુણધર્મ બતાવી, પથ્યના નિયમનું જ્ઞાન આપે પણ ત્યારપછી દવા ખાવી કે ન ખાવી, પથ્ય પાળવું કે ન પાળવું, તેનો જવાબદાર રોગી સ્વયં છે. તે રીતે અહીં શાસ્ત્રકાર કહે છે કે પરમાત્મા
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܢܐܫas)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ