________________
NS
પ્રમાણે કોઈ રાજા રાજ ચલાવે છે. તે રીતે ઈશ્વર નિરાળા રહીને આખા વિશ્વનું તંત્ર ચલાવે છે. આવી જે માન્યતા છે તેના આધારે ભલે કહેવામાં આવે કે ઈશ્વર કર્તા નથી પરંતુ આ માન્યતાનો કોઈ આધાર નથી. ઈશ્વરવાદી બધાં દર્શનોના મતાનુસાર અણુ-અણુમાં ઈશ્વર વ્યાપ્ત છે. ઈશ્વર સર્વત્ર બિરાજમાન છે અને ઈશ્વરનો વાસ સર્વત્ર છે, તો જીવાત્મા પણ ઈશ્વરનું અધિષ્ઠાન છે. જીવ જે કાંઈ કરે છે તેને ઈશ્વરની ક્રિયા કહેવામાં કોઈ બાધા આવતી નથી. રામાયણમાં પણ કહ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી” આ ચોપાઈમાં ઈશ્વર અને જીવનું તાદાભ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વરના કર્તુત્વનો પ્રતિકાર કરવામાં કોઈ ઉચિત તર્ક ઉપલબ્ધ નથી. આટલી ભૂમિકાનો વિચાર કર્યા પછી આપણે સિદ્ધિકારના આ પદ ઉપર ચિંતન કરીએ. કર્તા ઈશ્વર કોઈ નહિ તે વાક્યમાં કહેવાનું તાત્પર્ય શું છે? તે સમજવું ઘટે છે. માણસ સામાન્ય રીતે પોતાની જવાબદારી મૂકીને ઈશ્વર ઉપર દોષનો ટોપલો ઓઢાડવા માંગે છે. ઈશ્વરને કર્તા માનીને જીવ પોતાની જવાબદારીથી નીકળી જવા માંગે છે. આ હેતુથી બધી જગ્યાએ ઉપદેશકોએ જીવને જવાબદારી માનવા માટે અને પોતે પોતાના કર્મ કરે છે, એ સિદ્ધ કરવા માટે ઈશ્વર કર્તા નથી તેમ કહ્યું છે. કોઈ માણસ બીડી-સીગરેટ, દારૂ પીવે છે અથવા કોઈ અનુચિત કર્મ કરે છે અને કહે કે હું કરતો નથી, બધું ઈશ્વર કરાવે છે, તો આ કેટલી બિભત્સ વાત છે !. અહીં જીવને જ કર્તા માનવો પડે છે અને આવા કોઈ કર્મ માટે ઈશ્વરને કર્તા ન ગણી શકાય. રામાયણમાં પણ કહ્યું છે કે “કાળ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા દોષ લગાયા.” ઈશ્વર કર્તા છે. ઈશ્વર બધું કરાવે છે. આ રીતે ઈશ્વર ઉપર કે કાળ ઉપર દોષનો આરોપ કરે છે અને જીવ પોતે પોતાના પાપથી બચવા માંગે છે અથવા અજ્ઞાનપૂર્વક આવી ભાષા બોલે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે પ્રવર્તા અદમ્ ! હે અર્જુન ! હું કર્તા નથી ઈશ્વર કર્તા નથી, “માવતું પ્રવર્તત’ આ બધો પ્રપંચ પોતાના સ્વભાવથી ચાલે છે. આમ સાક્ષાત્ ઈશ્વરનું અકર્તુત્વ પ્રગટ કરવામાં આવ્યું છે.
આપણા શાસ્ત્રકાર પણ ઈશ્વરવાદ કે અનીશ્વરવાદની ઊંડી તર્કલીલામાં ગયા નથી પરંતુ અહીં જીવાત્મા પોતાના કર્મનો કર્તા છે, એટલું કથન કરવા માટે સામાન્ય ભાવે કહ્યું છે કે “કર્તા ઈશ્વર કોઈ નહીં જીવના કર્મ માટે જીવ પોતે જ જવાબદાર છે. આવું સ્થૂલ કર્તુત્વ જે જીવની સાથે જોડાયેલું છે, તેનો પ્રત્યક્ષ વિરોધ કરીને ઈશ્વરને કર્તા માનવા, તે પોતાની પ્રતિછાયાને મિથ્યા કહેવા જેવી વાત છે. માણસ પાણીમાં તરી રહ્યો છે અને કહે કે હું તરતો નથી, તો પ્રત્યક્ષ વિરોધ છે. કદાચ કોઈ ભક્તિભાવે એમ કહે કે ઈશ્વરે મને તરવાની શક્તિ આપી છે, તો તે ન્યાયોચિત ગણી શકાય છે. તે રીતે જીવમાં જે કાંઈ શક્તિ છે તે ઈશ્વરીય શક્તિ છે અને ઈશ્વરીય શક્તિ હોવાથી તે શક્તિ દ્વારા જીવ કર્મ કરે છે પરંતુ કર્મનો જવાબદાર તો જીવ જ છે. ઈશ્વરીય શક્તિ પાપમાં અને પુણ્યમાં બંનેમાં વાપરી શકાય અને તેના કારણભૂત જ્ઞાન કે અજ્ઞાન એ બધી જીવની પોતાની સંપત્તિ છે. જીવ જો પોતે પોતાના કર્મનો કર્યા છે, એમ ન માને તો પાપ-પુણ્યની આખી શૃંખલા વિક્ષિપ્ત થઈ જાય છે અને કોઈપણ વ્યક્તિ કોઈપણ કાર્યનો જવાબદાર બનતો નથી. પછી તો રાંધનારી બેન એમ કહે કે રસોઈ બગડી છે, તેની જવાબદાર હું નથી, ભગવાન છે, તો આખું નૈતિક કર્તવ્ય પણ અવ્યવસ્થિત બની જાય છે.
S.....
...(૨૬૨) NIL